તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજાની બાદલપરામાં અંતિમવિધી
વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૯ :.. વેરાવળ તાલુકાનાં બાદલપરા ગામનાં સ્વ. જશુભાઇ બારડ અને તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડનાં ભત્રીજા તેમજ રામભાઇ બારડના પુત્ર રાહુલભાઇ બારડનું કાર સળગી જવાથી મૃત્યુ થયેલ છે.
રામભાઇ બારડને એક જ પુત્ર છે અને અકસ્માતમાં મૃત્યુ બાદ મૃતદેહને કાલે સાંજે બાદલપરા ગામે લાવવામાં આવેલ અને ત્યાંથી તેમની સ્મશાન યાત્રા નિકળેલ હતી.
ત્યારે નાનકડુ બાદલપરા ગામ અને આજુ બાજુનાં વિસ્તારનાં લોકો શોકમય બન્યા હતાં. અનેક રાજકીય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતાં. અને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
સોમવારે બેસણુ
બાદલપરા નિવાસી રામભાઇ ધાનાભાઇ બારડના પુત્ર રાહુલ (ઉ.ર૧) તે સ્વ. જશુભાઇ બારડ, ભગવાનભાઇ બારડ (ધારાસભ્ય તાલાલા), કાળાભાઇ, ગોવિંદભાઇના ભત્રીજાનું તા. ૮ ના અવસાન થયેલ છે. બેસણું તા. ૧ર ને સોમવારે સવારે ૮ થી સાંજે પ બાદલપરા મુકામે રાખેલ છે.