સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

પ્રેમી સાથે લગ્ન કરતા માનસી સાથે માતા-પિતાએ સબંધ તોડ્યો સાસરિયાએ સાડા ત્રણ વર્ષ સુધી સગીર પુત્રવધૂને ઘરમાં સાચવી

ગોંડલના ભોજરાજપરામાં યોજાયા અનોખાલગ્ન :ભાગી ગયેલા પ્રેમીપંખીડાંને પાછા લાવીને આખરે ઉંમરલાયક થતા બંને લગ્નના તાંતણે બંધાયા

ગોંડલ :ગોંડલમાં આજે એક અનોખા લગ્ન યોજાયા હતા જેમાં પુત્રની ઉમર પુરતી ના હોય જેથી સાસરિયાઓએ સાડા ત્રણ વર્ષ સુધી પોતાની થનારી પુત્રવધુને ઘરમાં આશરો આપ્યો હતો અને બાદમાં તેના લગ્ન ધામધૂમથી કરાયા હતા.જોકે પ્રેમી સાથે લગ્ન કરતા પુત્રી સાથે સબંધ તોડી નાખ્યા હતા ત્યારે મોરબીના ભલગામડિયા અને ગોંડલના રાવરાણી પરિવારે સંતાનમાં પુત્રી નહીં હોવાથી કન્યાના માવતર બનીને વિધિવતરીતે કન્યાદાન કર્યું હતું  

  અંગેની વિગત મુજબ ગોંડલના ભોજરાજપરાના રહેવાસી ગોપાલ બીપીનભાઈ રાવરાણીની તેની શેરીમાં રહેતી યુવતી માનસી સાથે નજર મળી ગઈ હતી અને બંને પ્રેમમાં ડૂબ્યા હતા જોકે ગોપાલની લગ્નલાયક ઉંમર ના હોય તેને પુખ્ત થવામાં સાડા ત્રણ વર્ષનો સમય ઘટતો હતો. જોકે તેમણે પણ બીજા પ્રેમિ પંખીડાઓની જેમ ભાગી જવાનો નિર્ણય કર્યો અને પરિવારજનોની પરવાહ વિના ભાગી પણ ગયા. જોકે બાદમાં તેમની માહિતી મળતા તેમને પાછા લવાયા હતા.જોકે તે પછી યુવતીના માતા પિતા તેને સ્વીકારવા માગતા હતા. તેના માતા પિતાએ પોતાના ઘરના દરવાજા હંમેશા માટે બંધ કરી દીધા હતા. ગોપાલના પરિવારે માનસીને દીકરીની જેમ ઘરમાં સાચવી હતી અને ગોપાલ બાલિક થઇ ગયા બાદ બંને પ્રેમીઓને લગ્નના તાંતણે બાંધ્યા હતા

    લગ્નમાં રાવરાણી પરિવારના મોરબી રહેતા વેવાઈ કનુભાઈ ગાંડાલાલ ભલગામડિયા અને ગોંડલ અક્ષર બુક સ્ટોર ધરાવતા હસમુખભાઈ મગનલાલ રાવરાણીને સંતાનમાં પુત્રી હોય તેઓ દ્વારા માનસીના માવતર બની વિધિવત કન્યાદાન આપવામાં આવ્યું હતું. પોતાની ભવિષ્યની પુત્રવધુને ઘરમાં આશરો આપવા ઉપરાંત પરિવારે તેણે અભ્યાસની પણ છૂટ આપી હોય, માનસીએ કોલેજ સુધીનો અભ્યાસ પણ કર્યો છે તેમજ તેણે બ્યુટી પાર્લર કોર્સ પણ કર્યો છે જેથી પોતે પગભર બનીને પરિવારને પણ મદદરૂપ બની શકે. આજના સમયમાં પ્રેમલગ્નના કિસ્સાઓ વધી રહ્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં વાલી પ્રેમ સંબંધને સ્વીકારતા નથી હોતા જ્યારે તેનાથી તદન વિપરીત વાણંદ પરિવારે પોતાનો પુત્ર અને તેની પ્રેમિકા કોઈ અજુગતું પગલું ના ભરી બેસે અને બંનેના લગ્ન કરાવવા માટે સાડા ત્રણ વર્ષ સુધી પ્રેમિકાને પોતાના ઘરમાં દીકરીની જેમ સાચવ્યા બાદ બંનેનું મિલન કરાવ્યું હતું અને સમાજને પણ પ્રેરણા પૂરી પાડી છે.

(9:18 am IST)