સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 9th March 2018

હળવદના મિયાણી ગામના વરરાજાની જાન હેલીકૉપટરમાં ગઈ :લોકોના ટોળા ઉમટ્યા

ગામના પૂર્વ સરપંચના દીકરા ઘનશ્યામની જાન મિયાણીથી માટેલ ગામે હેલીકોપ્ટર લઇ જવાઈ

હળવદના ખોબા જેવડા મિયાણી ગામના ધનશ્યામ ચતુરાભાઈ રભાણીંની જાન હેલિકોપ્ટરમાં જતા લોકોએ હેલિકોપ્ટર જોવા ઉમટી પડ્યા હતાં,

હળવદ તાલુકાના  મિયાણી ગામના પૂવે સરપંચ અને  ઠાકોર સમાજના  આગેવાનના નાનો દિકરો ધનશ્યામના લગ્ન  મિયાણી ગામમાં હતા.જેની જાન મિયાણીથી માટેલ ગામે હેલીકોપ્ટર લઇ જવામાં આવી હતી.નાનકડા એવા મિયાણી  ગામે હેલીકોપ્ટર  આવતા લોકોના ટોળે ટોળાં ઊમટી પડ્યા હતા

(9:18 am IST)