સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ગીર-સોમનાથ જિલ્લામાં ગર્ભ પરિક્ષણ કરતા તબીબો સામે આકરી કાર્યવાહી

ગીર-સોમનાથ તા. ૮ : જિલ્લામા ગેરકાયદે ગર્ભ પરિક્ષણમાં સામેલ થતા તબીબો સામે આરોગ્ય વિભાગ દ્રારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા કલેકટર અજયપ્રકાશ અને જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ વેરાવળ ખાતે યોજાયેલ પીસી એન્ડ પીએનડીટીની બેઠકમાં  સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા જવાબદાર અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી હતી.

ગર્ભ પરિક્ષણ કાયદાના અમલીકરણ માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે,ઙ્ગતાજેતરમાં એક નનામી અરજીનાં આધારે પીસી એન્ડ પીએનડીટીની ટીમ દ્વારા તાલાળા ખાતે એક બિન અધિકૃત સોનોગ્રાફી મશીન ઝડપી લઈ તબીબ વિરુધ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે,ઙ્ગદરેક તાલુકા હેલ્થ ઓફીસરને આગામી દિવસોમાં દિકરીના મહત્વ અંગે વિશેષ આઈ.ઈ.સી. પ્રવૃતિઓ કરવા સુચનાઓ આપવામાં આવેલ છે. 

સ્ત્રી ભૃણ હત્યાને પોષનારા તબીબો,ઙ્ગદવાખાનાઓને તાત્કાલીક પકડીઅને કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. અને જો તબીબો ગર્ભ પરિક્ષણ કરતા ઝડપાશે તો તેમના વિરુધ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આગામી સમયમાં ગર્ભ પરિક્ષણ કાયદાના અમલીકરણ અર્થે બેદરકારી દાખવનાર સામે પણ કડક પગલા લેવામાં આવશે.

(4:09 pm IST)