૧.૧૧ કરોડના શરૂ પ્રકરણમાં વિરપુરના પીએસઆઇ સસ્પેન્ડ
જેતપુર, તા., ૮: વિરપુર પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાતા વિરપુર પીએસઆઇ સસ્પેન્ડ કરાયા છે.
મળતી વિગત મુજબ તાલુકાના વિરપુર ગામ નજીકથી બે દિવસ પહેલા ચોકકસ બાતમીના આધારે એસ.ઓ.જી.એ ૧.૧૧ કરોડનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધેલ. વિરપુર પોલીસના હદમાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જંગી જથ્થો ઝડપાતા કાર્યવાહીના ભાગરૂપે વિરપુર પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવેલ. જો કે આ અંગે પ્રબુધ્ધ લોકોમાં એવું ચર્ચાઇ રહયું છે કે દારૂના બે ટ્રક જયાથી ભરાઇને આવેલ ત્યાંથી વિરપુર સુધી અનેકો પોલીસ સ્ટેશન આવેલ ઉપરાંત ગંભીર બાબત તો એ છેે કે ગુજરાતની ચેક પોસ્ટ પણ આવે છે. તો ત્યાં કોઇને ખબર જ ન પડી અને કોઇએ ફરજમાં ગંભીરતા દાખવી ટ્રકમાં સુવે છે તે જોવાની પણ તસ્દી ન લીધી અને અપાતો અનેકો વખત દારૂના વાહનો પસાર થઇ જતા હશે.
દારૂનો જથ્થો વિરપુર પોલીસની હદમાંથી ઝડપાયો માટે વિરપુર પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવતા ચેક પોસ્ટ સુધીના અધિકારીઓમાં ચર્ચા જાગી છે.