સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

પડધરી પાસે મીઠાપુરના બે શખ્સો કારમાં વિદેશી દારૂ સાથે પકડાયા

કાર ચાલક દારૂ પીધેલ હોય અલગ ગુન્હો દાખલ કરાયો

રાજકોટ તા.૮: પડધરી પાસે કારમાં મીઠાપુરના બે શખ્સોને વિદેશીદારૂ સાથે પોલીસે ઝડપી લીધા હતા. કાર ચાલક દારૂ પીધેલ હોય તેના સામે અલગથી ગુન્હો દાખલ કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના એ.એસ.આઇ. જે.બી.રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે પડધરી ભારત સર્કલ પાસેથી નીકળેલ આઇ ટવેન્ટી કાર નં.જીજે ૩૭ બી ૨૯૩૨ને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બે બોટલ કિ.રૂ.૭૦૦ મળી આવતા કાર ચાલાક ઇકબાલ ઓસમાણ  માજોઠી તથા શબ્બીર અબ્દુલ માજોઠી રે બંન્ને મીઠાપુરની ધરપકડ કરાઇ હતી. કાર ચાલાક ઇકબાલ દારૂ પી કાર હકારતો હોય તેની સામે અલગથી ગુન્હો દાખલ કરાયો હતો.

(1:08 pm IST)