સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

સમાજની સંકુચિતતા અને રિવાજના નામે ચાલતા જડ બંધનોમાંથી મુકિત મેળવીઅે

મહિલા દિનની સાર્થક ઉજવણીઃ યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા : સ્ત્રી શિક્ષણના હિમાયતી બની રાજ્ય સરકારના કન્યા કેળવણી અભિયાનમાં સહભાગી થઇએ

અમરેલી : ભારતીય સંસ્કૃત્ત્િ।માં નારીની ગરિમાને ધ્યાને લઇ કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા અર્થાત જયાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ વસવાટ કરે છે.

આજે મહિલા દિન નિમિત્તે આપણે શકિતસ્વરૂપ મહિલાઓની શકિત અને સાધનાની વાત કરવાને બદલે સમાજમાં કયાંક કેટલુંક ખૂંટે છે તેમાં પરિવર્તન લાવવા માટે એક કદમ આગળ વધી ભારતીય અને ખાસ તો ગુજરાતી સંસ્કૃત્ત્િ।ને સંવારી શકીએ તો પણ મહિલા દિનની ઉજવણી સાર્થક બની રહેશે.

ગુજરાત રાજય સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપી શાળાઓમાં કન્યા માટે શિક્ષણ ફી પણ માફ કરી છે. કન્યાઓને પાઠ્યપુસ્તક, ગણવેશ, શિષ્યવૃત્તિ સહિતની સુવિધાઓ રાજય સરકાર દ્વારા આપવામાં આવે છે. સરસ્વતી સાધના સહાય તળે સાયકલ પણ કન્યાઓને આપવામાં આવે છે ત્યારે સ્ત્રી શિક્ષણના હિમાયતી બની રાજય સરકારના કન્યા કેળવણી અભિયાનમાં સહભાગી બનીએ. હાલમાં સુકન્યા સમૃધ્ધિ યોજના પણ અમલી છે. 

દેશ-વિદેશના અનેકવિધ ક્ષેત્રોમાં ખ્યાતનામ નારીઓનો એક યા બીજી રીતે પરિચય થતો હશે પણ આજે કેટલાક એવા નારીઓનો ઉલ્લેખ કરવો છે, જેણે સખત મહેનત અને લગનથી યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (શ્ભ્લ્ઘ્) જેવી પરીક્ષા પાસ કરી છે અને રાજય સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્યરત છે.

અમરેલી જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો.મંજુલા સુબ્રમણ્યમ છેલ્લે ગુજરાત તકેદારી આયોગમાં તકેદારી આયુકત તરીકે કાર્યરત હતા.

ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ તરીકે શ્રીમતી સુનયના તોમર, ગ્રામવિકાસ-પંચાયતના કમિશ્નર તરીકે શ્રીમતિ મોના ખંધાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય કારોબારી અધિકારી તરીકે શ્રીમતિ અનુરાધા મલ્લ, ઉદ્યોગ કમિશ્નર તરીકે શ્રીમતિ મમતા વર્મા ઉપરાંત નવી દિલ્હી ખાતે નિવાસી આયુકત તરીકે શ્રીમતી આરતી કંવર ફરજ બજાવે છે.

ગ્રામ વિકાસના અધિક કમિશ્નર તરીકે કુ. ભાર્ગવી દવે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લી.ના કમિશ્નર તરીકે સુશ્રી રતનકંવર એચ. ગઢવીચારણ સહિતની મહિલાઓ વિવિધ સનદી જગ્યાઓ પર રહી ફરજ બજાવીને પોતાની છબીને ઉજાગર કરી છે.

ખૂંખાર ગુનાહિત માનસ ધરાવતાને સમાજના હિતમાં યોગ્ય સજા મળે અને અન્ય કોઇ આવી પ્રવૃત્ત્િ। કરતા પહેલા વિચારે તેવા કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે જિલ્લા મથકોમાં પોલિસ અધિક્ષક કાર્યરત હોય છે.  આવી પડકારરૂપ ભૂમિકા ભજવીને શ્રી નીરજા ગોટરૂ રાવ, શ્રી શોભા ભૂતડા, શ્રીમતિ ગંગનદીપ ગંભીર, સુશ્રી સારા રીઝવીએ તેમની ફરજ અદા કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

અમરેલી જિલ્લામાં  પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં પોરબંદર ખાતે પોલીસ અધિક્ષક તરીકે ફરજ નિભાવતા શ્રી શોભા ભૂતડા પોલીસ તરીકેની ફરજ ઉપરાંત તેમની ફોટોગ્રાફીથી ખ્યાતનામ છે આ ઉપરાંત રનીંગના માધ્યમથી ફિટનેસ-હેલ્થનો મંત્ર આપી યુથ આઇકોન બન્યા છે. માતા તરીકેની જવાબદારીઓ પણ સુપેરે નિભાવતા શ્રી ભૂતડા વર્કિંગ વુમન માટે પ્રેરણાદાયી વ્યકિતત્વ છે.

રાજયભરમાં ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન મહિલાઓ સિવાય ખાનગી કંપનીઓમાં પણ ઉચ્ચ પદ પર મહિલાઓ ફરજ બજાવે છે. સમાજસેવા-રાજકીય ક્ષેત્ર, ટીવી-રેડિયો, નાટક, ફિલ્મ, ફોટોગ્રાફી, કળા-સંસ્કૃત્ત્િ।-વારસો, આર્કિટેકચર, લેખન, પત્રકારત્વ, સાહિત્ય, ટેકનોલોજી, ટીચીંગ, એન્જિનયરીંગ, તબીબી વિજ્ઞાન, રાષ્ટ્ર સુરક્ષા, પાયલોટ-એવિએશન, હોસ્પિટાલિટી, નર્સિંગ, શોધ-સંશોધન, ગાણિતિક-વૈજ્ઞાનિક પ્રયોગો, એડવેન્ચરર્સ, ગૃહઉદ્યોગો, ભરતકામ, સિવણકામ, બ્યુટિફિકેશન-બ્યુટીપાર્લર જેવા અનેકવિધ ક્ષેત્રોમાં શકિતના અવતારસમી સ્ત્રીઓએ તેમની પાંખોને ઉડાન આપી છે.

રાજય સરકાર દ્વારા કન્યા કેળવણી અને કન્યાઓના અભ્યાસ માટે વિશેષ સહાયની સુવિધા ઉપલબ્ધ કરી છે ત્યારે ખંતીલી, એજયુકેટેડ, વિચારશીલ નારીઓએ પાછળ રહેવાને બદલે તેમના પસંદગી-રસના ક્ષેત્રમાં ખેડાણ કરી સમાજને નવો રાહ ચીંધવા માટે આગળ વધવું જોઇએ.

કન્યાઓના શિક્ષણને આટલું બધુ અને આટલું વધુ મહત્વ શા માટે આપવામાં આવે? તો તેના જવાબમાં, માધવરાવ સદાશિવ ગોળવેલકરના સૂત્રને યાદ કરીએ, 'જો નારી સમાજ ઉત્થાનનો સંકલ્પ લે તો લોક કે પરલોકમાં એવી કોઇ શકિત નથી જે તેને હરાવી શકે.' માટે સ્ત્રીની શકિતઓને પીછાણી તેને સકારાત્મક માર્ગે વાળીને આપણે રાષ્ટ્રને વધુ ઉન્નતિના માર્ગ તરફ લઇ જઇ શકીએ.

નારીના સન્માનની વાત જે સમાજમાં જળવાય તે સમાજ અને દેશ પણ પ્રગતિ સાધી શકે છે. મહા કવિશ્રી દાંતેએ કહ્યું છે કે, 'જયાં નારીનો આદર નથી થતો તે દેશ પતન તરફ જાય છે.' મહર્ષિ રમણે કહ્યું છે, 'પતિ માટે ચરિત્ર, સંતાન માટે મમતા, સમાજ માટે શીલ, વિશ્વ માટે દયા, જીવ માત્ર માટે કરૂણા ધરાવનાર મહાપ્રકૃત્ત્િ।નું નામ જ નારી છે.'

: આલેખન :

દિવ્યા છાટબાર

માહિતીખાતુ, અમરેલી

(1:07 pm IST)