સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

મોરબીમાં વિજ ઇજનેરોના પ્રતિક ધરણા

 મોરબી : પીજીવીસીએલમાં ફરજ બજાવતા ઈજનેરોના જીઇબી એન્જીનીયર એસો દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ અને ધરણા કરી પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ કરવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જીઇબીમાં ફરજ બજાવતા એન્જીનીયરો સાતમાં પગારપંચ તેમજ અન્ય પડતર પ્રશ્નો અંગે સરકાર સામે લડતનો પ્રારંભ કર્યો છે જેમાં એક દિવસ વર્તુળ કચેરી ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જે એક દિવસના પ્રતિક ઉપવાસ ઉપરાંત આગામી દિવસોમાં લડત વધુ ઉગ્ર બનાવશે. જેમાં તા. ૧૩ ના રોજ વર્ક ટૂ રૂલ, તા. ૧૪ ના રોજ ગાંધીનગર ખાતે એક દિવસીય પ્રતિક ઉપવાસ, તા. ૨૦ ના રોજ બધી કંપનીના દરેક ઈજનેર સામુહિક માસ સી.એલ. કરશે અને ત્યારબાદ પણ જો ઈજનેર મંડળની માંગણી ના સંતોષાય તો આગામી તા. ૨૬ માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જશે તેમ પણ જણાવ્યું હતું. જીઇબી એન્જીનીયર એસોના નેજા હેઠળ તમામ એન્જીનીયરોએ સરકાર સામે લડતનો પ્રારંભ કર્યો છે અને સરકાર સામે લડી લેવાના મૂડમાં આંદોલનનો પ્રારંભ કરાયો છે.

(1:05 pm IST)