સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ખંભાળીયામાં મામતલદાર કચેરી દ્વારા મધ્યાહન ભોજન કેન્દ્રમાં ચેકીંગઃ મામલતદારે ભોજન ચાખ્યુ

ખંભાળીયા, તા., ૮: મામલતદાર શ્રી ચિંતન વૈષ્ણવ દ્વારા તાજેતરમાં બોકસાઇટ તથા સફેદ પથ્થર ના ઢગલાબંધ ટ્રકો પકડીને ૩૦ લાખનો રોકડ દંડ વસુલ કરીને મમલતદાર કચેરી શરૂ થયાથી અત્યાર સુધીનો ઇતિહાસ સર્જાયો હતો. જે પછી ગઇકાલે કયારેય ના થયું હોય તેવી રીતે તાલુકાના મ.ભો.પો.ના કેન્દ્રો પર આકસ્મીક ચેકીંગ દરોડા પાડતા સમગ્ર તાલુકામાં સોપો પડી ગયો હતો. તથા મ.ભો. રહે.ના કેન્દ્ર સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

મામલતદાર ચિંતન વૈષ્ણવની આગેવાની  હેઠળની આ ચાર ટુકડીઓએ ખંભાળીયા શહેર નાના આસોટા, શકિતનગર તથા ચુડેશ્વર આ ચાર ગામના મ.ભો.પો.ના કેન્દ્રોની તપાસણી કરતા અનેક ગંભીર ગેરરીતીઓ બહાર આવી હતી. જેમાં શિક્ષકોની ગેરહાજરી, આચાર્ય તથા સુપરવાઇઝરનું મ.ભો.નું ચેકીંગના કરવુ. હાજર સંખ્યા તથા ભોજન લાભાર્થીની નિયમીત સંખ્યામાં તફાવત, અનાજનો જથ્થો સંચાલક ઘેર રાખતો હોવાની બાબત નીકળી. કેટલાક મ.ભો.પો. ના સંચાલક ભોજન બનાવીને આવે છે તથા બનાવેલ ભોજનની ગુણવતા  પણ અત્યંત નબળી હોવાનું પણ બહાર આવ્યુંહ તું.

અમુક કેન્દ્રો પર મ.તો.યો.ના લાભાર્થી ભેના એક ડીશમાં મામલતદાર ચિંતન વૈષ્ણવે જાતે ભોજન ચાખીને ગુણવતા ચેક કરી હતી તથા જવાબદારોને નોટીસ આપીને જરૂર પડયે તેમને કેન્દ્ર બંધ કરવા સહિતના પગલા લેવાની બાબત પણ જણાવી હતી.

(1:02 pm IST)