સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ગોંડલમાં ગુંદાળા રોડ પર કોટન વર્કસની દુકાનમાં આગ ભભુકી

ગોંડલ તા. ૮ : ગોંડલમાં ગુંદાળા રોડ પર કોટન વર્કસની દુકાનમાં આગ ભભુકી હતી. જોકે, આગ કાબુમાં આવી ગઇ હતી.

મળતી વિગતો મુજબ શહેરનાં ગુંદાળા રોડ પર આવેલ મુલતાની કોઠાનુ વર્કસ દુકાનમાં દુકાનમાલિક રફિકભાઈ સુમરા રૂ પીજવા નુ કામ કરી રહ્યાં હતા ત્યારે અચાનક મશીનમાં આગ લાગી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ફાયર ફાઈટરને જાણ કરાઇ હતી ફાયરના જવાનોએ દોડી આવી આગ પર પાણીનો છંટકાવ કરી આગ કાબુમાં લીધી હતી આ દરમિયાન દુકાનદારના કહેવા મુજબ ૩૦૦૦૦ રૂપિયા જેવો માલ બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.

(11:51 am IST)