સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

વેરાવળના આંબલીયાળામાં દલિત યુવકના મોત પ્રકરણમાં તટસ્થ તપાસની જનઅધિકાર મંચની માંગણી

વેરાવળ તા. ૮ : વેરાવળ તાલુકાના આંબલીયાળા ગામે ભરતભાઇ ઉકાભાઇ ગોહેલને જીવતો સળગાવી દેવાના મામલા માં જન અધિકાર મંચ એસ.પી ને આવેદન પત્ર આપી તટસ્થ તપાસ કરવાની માંગ કરેલ છે.

જન અધિકાર મંચના પ્રવિણભાઈ રામે એસ.પી.ને આવેદનપત્ર દલીતને સળગાવી દેવામાં તટસ્થ તપાસ કરવા અને આ ઘટના માં કોઈ નિદોર્ષ વ્યકતીની સંડોવણી ન થાય તે માટે માંગણી કરેલ હતી અને તેમને આ મૃત્યુ એક રહસ્ય છે તેવું આવેદનપત્ર માં જણાવેલ હતું આ આવેદન પત્ર માં અનેક લોકો જોડાયેલ હતા.

તપાસનિશ અધિકારી શ્રી વલવી એ જણાવેલ હતું કે પોલીસ દ્રારા ચોકકસ દીશામાં તપાસ થઈ રહેલ છે કોણ આરોપી છે તેની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે છે પુરાવવા મેળવવામાં આવે છે ત્યારબાદ આરોપી ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે. આવેદનપત્ર ની જાણ અમને થયેલ છે પોલીસ તપાસ માં કોઈની શહેશરમ રાખવામાં આવતી નથી તેમ જણાવેલ હતું.

(11:40 am IST)