સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

જોડીયાનાં ખેડૂતોમાં ભારે કચવાટઃમગફળી વેચાણની રકમ આપવામાં ઠાગાઠૈયા

જોડીયા તા. ૮ :.. માર્કેટ યાર્ડમાં તાલુકાની લખતર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળીમાં વેચાણ કરી હતી. જેમાંથી બે ભાઇઓના ખાતામાં વેચાણની રકમ જમા થઇ ગઇ હતી. જયારે મોટાભાઇના ખાતામાં હજી સુધી રકમ જમા થઇ નથી.

અઢી માસ થયા, રોજ બેંકમાં ધકકા ખાય રહ્યા છે. વેચાણ ધરાવતુ કૂપન નં. પ૬૪૪- તા. ૧૪-ર-૧૭, પત્રક ધરાવે છે. પાંચ કિલો મીટર દુર જોડીયા માર્કેટ યાર્ડમાં લખતર સહકારી મંડળીના કાર્યાલયમાં પુછપરછ કરતા મંડળી દ્વારા એક જ જવાબ સરકાર જયારે ગ્રાંટ ફાળવશે ત્યારે બાકી રહેલ રકમ ખાતામાં જમા થશે.

અઢી માસ સુધી ખેડૂતોને રકમ ન મળતી હોય તો ખેડૂતોને કફોડી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. નાના ખેડૂતો માટે એક મોટી સમસ્યા ઉદભવી રહી છે. તાલુકાની લખતર સહકારી મંડળી ને ટેકાના ભાવે મગફળીની ખરીદ કરી રહી છે. તેની કાર્યશૈલીથી જોડીયાના એક ખેડૂતનું વેચાણ ની રકમ લીબુડાના એક ખેડૂતના ખાતામાં જમા થતા સહકારી મંડળીના કામકાજ પર પ્રશ્ન ઉભો થયો છે. જોડીયાના અુમક નાના ખેડૂતો આજે પણ વેચાણની રકમથી વંચિત રહેતા સરકાર અને જે તે વેચાણ કરતી સહકારી સંસ્થા સામે જોડીયા સહિત ગુજરાતના ખેડૂતોમાં અસંતોષ જોવાઇ રહ્યો છે.

(11:36 am IST)