સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

બોટાદમાં ''મેઘાણી વંદના'' લોક ડાયરામા ઉમટી પડવા કાઠી-ક્ષત્રીય સમાજની હાલક

બોટાદ તા. ૮: મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ આપેલ તે ઝવેરચંદ મેઘાણીજીની ૭૧મી પૂણ્યતિથી તેમની કર્મ અને નિર્વાણભૂમિ બોટાદ ખાતે જુના માર્કેટીંગ ખાતે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ''મેઘાણી વંદના'' કસુંબલ લોકડાયરો યોજાશે. કારણ કે ઝવેરચંદ મેઘાણી (લાઇનબોય) પોલીસ પરિવારમાંથી હતા તેથી બોટાદ પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય તેમાં ખ્યાતનામ કલાકરો અભેસિંહ રાઠોડ તથા દમયંતીબેન બરડાઇ, નિલેશ પંડયા, જેવા કલાકારો મેઘાણીજીની જીવન ઝરમર રજુ કરશે.

આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીજીના પુત્રવધુ કુસુમબેન મેઘાણી તથા મેઘાણીજીના પૌત્ર પીનાકીનભાઇ મેઘાણી ઉપસ્થિત રહેશે તેમજ બોટાદ શહેર જિલ્લા, તાલુકાના મેઘાણી ચાહકો સાથે કાઠી ક્ષત્રીય સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

બોટાદમાં ઉજવાતા ''મેઘાણી વંદના'' કાર્યક્રમમાં મેઘાણી ચાહકો સાથે કાઠી ક્ષત્રીય સમાજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવાંજલિ આપવા બોટાદના મેઘાણી ચાહક સામતભાઇ જેબલીયાનો અનુરોધ છે.

(11:35 am IST)