સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ઉપલેટાના ડો. તુષાર ગોહીલને અમેરિકામાં બેસ્ટ ફીઝીશ્યન એવોર્ડ

ઉપલેટા તા. ૮ :.. સૌરાષ્ટ્ર કડીયા સમાજના રાહબર જુનાગઢ ગ્રીનસીટી વાળા બિલ્ડર્સ ધીરૂભાઇ ગોહીલના પુત્ર ડો. તુષાર ને અમેરિકા સરકાર દ્વારા બેસ્ટ ફીઝીશ્યન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે જે સમગ્ર કડીયા સમાજ માટે ગૌરવરૂપ હોય તેમને સતાધાર ના પૂ. જીવરાજબાપુ, વિજયબાપુ, અને મોલડી આપા ગીગા ઓટલાના મહામંડેલેશ્વર પૂ. નરેન્દ્રબાપુએ આવકારી આશિર્વાદ આપેલ છે.તેમજ જૂનાગઢ ઇગલ એસ્ટેટ વાળા પ્રકાશભાઇ ચૌહાણ, દિનેશભાઇ કાચા, જે. કે. ચાવડા, નાનજીભાઇ મારૂ, ગોંડલના અશોકભાઇ રાઠોડ, જેતપુર સમાજના પ્રમુખ કિશોરભાઇ મારૂ, ઉપલેટાના નટુભાઇ રાઠોડ, રવજીભાઇ ટાંક, ડી. પી. રાઠોડ, પી. પી. ટાંક, ધર્મેશ મકવાણા, હરસુખભાઇ ટાંક, મનસુખભાઇ મકવાણા સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ છે. (તસ્વીર : વિમલ રાઠોડ ઉપલેટા)

(11:29 am IST)