બોટાદના રોજીદ ગામના તલાટી મંત્રી આશીષ મોદી રૂ. ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો
ભાવનગર તા. ૮ : ભાવનગર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના સ્ટાફે બોટાદના રોજીદ ગામના તલાટી કમ મંત્રી આશીષ મોદીને રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામે રહેતા એક ખેડૂતની જમીનના પ્લોટની સરકારી જમીન આકારણી તેમજ પંચાયતના રજીસ્ટ્રેશનમાં આકારણીની એન્ટ્રી કરવા અંગે રોજીદ ગામના તલાટી કમ મંત્રી આશીષકુમાર હસમુખભાઇ મોદીએ શ્રૂા. ૧૦ હજારની લાંચની માંગણી કરી હતી. આ અંગે ખેડૂતએ ભાવનગર લાંચ રૂશ્વત વિરોધીખાતામાં ફરીયાદ કરતા ભાવનગર એસીબીનાં પી.આઇ. ઝેડ.સી.ચૌહાણ તથા સ્ટાફે રોજીદ ગામે પંચાયત કચેરી ખાતે છટકુ ગોઠવી તલાટી કમ મંત્રી આશીષભાઇ મોદીને રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.(૨૧.૧૩)