સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

જુનાગઢમાં દોડતી આવેલી ગાયએ બાઇક ઉલાળ્યું: પિતા-પુત્રીને ઇજા

૯ વર્ષની નિરાલીને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૮: જુનાગઢમાં રોડ પર સામેથી દોડતી આવેલી ગાય બાઇક સાથે અથડાતાં બાઇક ચાલક દોલતપરામાં રહેતાં ચેતનભાઇ કાળુભાઇ મકવાણા (કોળી) (ઉ.૩૦) તથા સાથે બેઠેલી તેની પુત્રી નિરાલી (ઉ.૯) બાઇક સહિત રોડ પર ફંગોળાઇ જતાં બંનેને ઇજા થતાં જુનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

 

નિરાલીને વધુ ઇજા પહોંચી હોઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણી બે બહેન અને એક ભાઇમાં નાની છે અને ગાત્રાળ સ્કૂલમાં ધોરણ-૪માં ભણે છે. સવારે પિતા દિકરીને શાળાએ મુકવા ગયા ત્યારે શાળા નજીક જ ગાયએ ઉલાળી દીધા હતાં.

(10:31 am IST)