સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ગુજરાત મચ્છી નિકાસમાં ૧૧માં નંબરે

 વેરાવળ તા. ૮ : સૌથી વધારે માલની આવક સામે ઓછા પૈસા વિદેશથી આવે છે. ગુજરાત રાજય માં અનેક બંદરોમાંથી રૂપીયા પાંચ હજાર કરોડ  જેટલી મચ્છીનો નિકાશ વિદેશ માં થાય છે તેમાં પણ સારો માલ વિદેશમાં જતો ન હોવાથી કીમત ઓછી મળતી હોય છે જેથી ૧૧મો નંબર આવેલ છે.

મત્યસ્યોદ્યોગના અધિકારીઓએ જણાવેલ હતું કે રાજયમાં વેરાવળ, પોરબંદર, માંગરોળ સહીતના અનેક બંદરોમાંથી  હજારો ટન મચ્છીનો નિકાસ થાય છે તેમાં સૌથી વધારે ચાઈનામાં નિકાસ કરવામાં આવે છે જેથી ત્યાં ભાવ ઓછો મળતો હોય છે બંદરો દ્રારા સરખી સાફ સફાઈ સારૂ પેકીગ કરવામાં આવે અને યુરોમમાં નિકાસ કરવામાં આવે તો વધારે પૈસા મળે આજે  પરીસ્થીતી એવી છેકે સૌથી વધારે માલ ગુજરાતના દરીયા કાંઠે વિદેશોમાં મોકલવામાં આવે છે પણ સૌથી ઓછા પૈસા મળે છે અનેરૂપીયા પાંચ હજાર કરોડ અને નિકાસ થયેલ છે જો આમા એકક્ષપોર્ટ કરતા ઉદ્યોગપતિઓ તેમના જી.આઈ.ડી.સી વિસ્તારમાં ઘ્યાન આપે તો બે થી ત્રણ ગણા પૈસા આવે તેવું અધિકારીઓએ

જણાવેલ હતું રાજય કેન્દ્ર સરકાર દ્રારા મચ્છીના ઉદ્યોગને સબસીડી સહીત દરેક જાતની સગવડતાઓ પુરી પાડવામાં આવે છે ચાઈના માં જે મચ્છી જાય છે તે મચ્છીને સારી રીતે પેકીગ કરી ચાઈના  દ્રારા યુરોપમાં વેચીને અનેક ગણી કમાણી કરે છે તેથી ગુજરાત  રાજયના મચ્છીના ઉદ્યોગપતિઓ માછીમારોએ દીશા માં આગળ  વધવું જોઈએ તેવી લાગણી દર્શાવેલ હતી.(૨૧.૪)

(9:31 am IST)