સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th March 2018

ઉપલેટાની નોબલહૂડ સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી પોસ્ટ ઓફિસની મુલાકાત

ઉપલેટા : અહીંની નોબલહુડ શાળા દ્વારા બાળકોને પોસ્ટ ઓફિસ તથા તેનાં કાર્યોથી માહિતગાર કરાવવાના ભાગરૂપે ધો. ૧થી ૪ના બાળકોને પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવાઇ હતી. જ્યાં ટપાલની વ્યવસ્થા, મનિઓર્ડર, પાર્સલ વ્યવસ્થા, બચતખાતુ, સ્ટેમ્પ, વિવિધ ટિકિટો વગેરે માહિતી અધિકારીઓ દ્વારા અપાઇ હતી તે તસ્વીરોમાં દર્શાય છે.

(9:30 am IST)