સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

જૂનાગઢના વંથલીના નરેડી ગામે પાક સુકાતા ખેડૂતોને લાખોનું નુકસાન :જીરું અને ચણાના પાકમાં ભારે નુકસાન

ખેતરમાં આવેલી પાણીની કુંડીમાં અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી નુકસાન પહોંચાડ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ

જૂનાગઢના વંથલી તાલુકાના નરેડી ગામે પાક સુકાતા ખેડૂતોને લાખોનું નુકસાન થયુ છે. 4 ખેડૂતોનો ઉભો પાક સુકાતા આશરે 35 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.ખેડૂતોને જીરું અને ચણાના પાકમાં ભારે નુકસાન થયુ છે. ખેતરમાં આવેલી પાણીની કુંડીમાં અજાણ્યા શખ્સોએ ઝેરી દવા નાખી નુકસાન પહોંચાડ્યું હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. હાલ તો સમગ્ર મામલે ખેડૂતે વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

(11:36 pm IST)