સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

દ્વારકા જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ. જે. ડુમરાળિયા જિલ્લાની શાળાઓની મુલાકાત

નાના છાત્રો સાથે જમીન પર બેસી શિક્ષણ કાર્યમાં જોડાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. દ્વારકાના પ્રાથમિક તથા માધ્‍યમિક જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કામ કરીને જિલ્લાના બન્ને વિભાગોના શિક્ષણના સ્‍તરને ઉંચુ લઇ જવા તથા નોકરીમાં અનિયમિત શિક્ષકોને સીધા દોર કરી દેનારા જિ. શિ. એસ. જે. ડુમરાળીયાને તાજેતરમાં જામનગરના પ્રા. જિ. શિ. નો વધુ એક ચાર્જ પણ સોંપવામાં આવતા તાજેતરમાં તેમણે દ્વારકા જામનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી.

ખંભાળીયા તાલુકાના હાપા લાખામાં શાળામાં બાળકો માટેની આનંદ વાટીકા નાનો બગીચો, લાલપુરમાં કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય બળરજર પ્રાથમિક શાળા, લાલપુર બી. આર. સી. ભવનમાં ગણિત - વિજ્ઞાનના શિક્ષકોની તાલીમ વિ. સ્‍થળે મુલાકાત લીધી હતી તથા આચાર્યો શિક્ષકોને માર્ગદર્શન આપ્‍યું હતું.

શિક્ષણના જીવ એવા આ જિ. શિ. ડુમરાળીયા પ્રાથમિક શાળાના નાના છાત્રો સાથે જમીન પર બેસીને તેમને શિક્ષણ સાથે જ્ઞાનની વાતો કરતા છાત્રોને ખુબ મુઝા પડી ગઇ હતી તથા સરળતાથી જ્ઞાન મળે તેવી પ્રયુકિતઓ પણ જિ. શિ. દ્વારા પ્રયોગમાં લાવવામાં આવી હતી.

(1:17 pm IST)