ભાણવડ પાસે દારૂ ભરેલી કાર મુકી ચાલક ફરા
ખંભાળીયા, તા., ૯: ફતેપુર ગામથી સઇદેવળીયા ગામ તરફ જતા રસ્તે બોડકી ગામના પાટીયા પાસે ત્રણ રસ્તે ફરારી આરોપીઍ મારૂતી સુઝુકી બલેનો કાર નં. જી.જે ૧૦ ડીઍ-૩૧૯૩ કિ. રૂ. ૩,૦૦,૦૦૦ વાળીમાં વિદેશી દારૂની બોટલો નંગ ૯૬ કિ. રૂ. ૩૮,૪૦૦ની ગણી કુલ રૂ. ૩,૩૮,૪૦૦ના મુદામાલ રાખી લઇ નિકળતા રેઇડ દરમ્યાન આરોપી ફોર વ્હીલ કાર મુકી નાસી ગયેલ અને આ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જાતા કેકડોવેલ્સ નં. ૧ કલેકશન વ્હીસ્કીના માર્કાની ૭પ૦ ઍમ.ઍલ.ની ૪ર.૮ ટકા વી.વી.લખેલ ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની બોટલ ફોર શેલ ઇન પંજાબ અોન્લીના માર્કાવાળી કંપની શીલબંધ બોટલો હોય જે ઍક બોટલની કિ. રૂ. ૪૦૦ લેખે કુલ રૂપીયા ૩૮,૪૦૦નો મુદામાલ કબ્જે કરેલ તેમજ તેના વિરૂધ્ધ પો.હેડ કોન્સ. કિશોરસિંહ ચંદુભા જાડેજાઍ ફરીયાદ રીપોર્ટ આપેલ છે. ભાણવડ પો સબ ઇન્સ. પી.ડી.વાંદા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ. કિશોરસિંહ જાડેજા, વિપુલભાઇ હેરભા તથા પો.કોન્સ. શકિતસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા તથા વિપુલભાઇ મોરી તથા મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા અજયભાઇ ભારવાડીયા વિગેરેનાઅોઍ સંયુકતમાં કરેલ છે.