સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

ઉના પાસે કાર બળીને ખાખઃ જાનહાની નથી

 ઉના : ૧ર કી. મી. દૂર કેસરીયા ગામ પાસે એક મોટર કાર નંબર ડીડી ૦ર-એફ.૧૧પ૬ દીવ તરફ જતી હતી ત્‍યારે અચાનક આગળના બોનેટમાં આગ લાગતાં ધુમાડા નીકળતા તેમાં બેઠેલ સાત મુસાફરો જિંદગી બચાવવા કારમાંથી નીચે ઉતરી ગયા હતા કારમાં આગે એ વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યુ હતું અને ફાયર બ્રિગેડને જાણ કરતા સ્‍થળ ઉપર આવી એક કલાક બાદ આગ પર કાબૂ મેળવેલ હતો ત્‍યાં સુધીમાં કાર બળી ને ખાક થઇ ગઇ હતી. તે તસ્‍વીર (તસ્‍વીર : નવીન જોષી ઉના)

(12:34 pm IST)