સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

ભાવનગરમાં મહિલાના બંધ મકાનમાં ૨.૪૦ લાખની ચોરી

ભાવનગર,તા. ૯: રેલવે સ્‍ટેશન સામે આવેલ રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ વાલ્‍મિકીવાસમાં રહેતા અને રેલવેમાં સફાઈ કામદાર તરીકે કોન્‍ટ્રાક્‍ટબેઝથી કામ કરતા ધનીબેન વાલજીભાઈ બેરડીયાᅠ સફાઈ કામ માટે રેલવે સ્‍ટેશન ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશેલા તસ્‍કરો ઘરમાં રાખેલા કબાટમાંથી રૂ. ૯૦,૦૦૦ રોકડા તેમજ સોના ચાંદીના ઘરેણા, આ ઉપરાંત બાજુના કબાટમાંથી ઘરેણા મળી કુલ રૂ.૧.૫૦ લાખ ની મતા ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્‍કરોએ કબાટનો સામાન પણ વેરવિખેર કરી નાખ્‍યો હતો.

ચોરીની આ ઘટના અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે અજાણ્‍યા તસ્‍કર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(12:28 pm IST)