સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 9th February 2023

જૂનાગઢમાં ખેતી પાકોના ટેકાના ભાવથી ખરીદીના રજીસ્‍ટ્રેશન શરૂ કરવા ભારતીય કિસાન સંઘની માંગ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૯ : ખેતી નિયામક ગુજરાત રાજયના પત્ર નં.૩ર-૩૬૬-૯૮-ર૦ર૩ થી રવિ-ર૦ર૩ ખેતી પાકો તુવેર, ચણા, રાયડો ટેકાના ભાવથી ખરીદી કરવા રજીસ્‍ટેશન માટે તા.૧-ફેબ્રુઆરી થી તા.ર૮-ફેબ્રુઆરી-ર૦ર૩ સુધીના આદેશ હોવા છતાં જુનાગઢ જિલ્લામાં ગ્રામ્‍ય કક્ષાએ રજી. પ્રકિયા થઈ નથી. સરકારના પત્ર તા.ર૧/૧ થી ખેતીવાડી ખાતા જિલ્લા અધિકારીને જાણ થયા છતાં જિલ્લાના એક પણ ગામમાં પ્રચાર-પ્રસાર થયેલ નથી અને ખેડુતોને જાણકારી આપી નથી કે  ગ્રામપંચાયતમાં વિસી દ્વારા રજીસ્‍ટ્રેશન થશે કાર્યવાહી ન થવાથી ખેડુતોના ટેકાના ભાવે ખેતી પાકો વેચાણથી વંચીત રહે છે. પાક ઉત્‍પાદન શરૂ થયુ છે. પૈસાની જરૂરીયાતને લીધે ખુલ્લી બજારમાં નીચા ભાવે ચણા, તુવેર, રાયડો વેચવા મજબુર થવું પડે છે માટે સરકારના પરીપત્ર મુજબ તા.૧૦/૩  થી ખરીદી કરવાની છે તેને તા.ર૦/ર થી વેહલી ખરીદી કરવાની માંગ છે અને ખેડુતોને નુકશાન ન જાય તે માટે રજીસ્‍ટ્રેશન તાત્‍કાલીક ચાલુ થાય અને ખેતી પાકોને ટેકાના ભાવથી ખરીદાયને શહેરી વિસ્‍તારમાં રહેતા ખેડુતોનું રજીસ્‍ટ્રેશન દરેક માર્કેટ યાર્ડ ખાતે કરવા હુકમ કરવાની ભારતીય કિસાન સંઘની માંગ કરી છે.

 

 

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળા અંગે સૂચનો સૂચવતા અશ્‍વિનભાઇ મણીયાર

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૯ : આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો કોવિડની ગાઇડ લાઇન મુજબ તા. ૧૫થી ૧૯ દરમિયાન યોજાશે. ત્‍યારે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે. જે અંગે અશ્‍વિનભાઇ મણિયાર દ્વારા સૂચનો અપાયા છે.

જે અંતર્ગત જન આરોગ્‍ય માટે કલોરીનેશન તથા દવાના છંટકાવ તથા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવું, ટ્રાફિક માટેની વ્‍યવસ્‍થા, વીઆઇપી માટે સુચારૂ વ્‍યવસ્‍થા, દામોદર કુંડ સામે નો પાર્કિંગ ઝોન ઉભો કરવા, અન્નક્ષેત્રો, ઉતારા, લાઇટ- પાણી, ઇલેકટ્રીક કનેકશનની વ્‍યવસ્‍થા, સીસીટીવી કેમેરા, ભવનાથની પાછળના રસ્‍તા પર લાઇટની વ્‍યવસ્‍થા ગોઠવવી, ટેકસી સેવાઓ ગોઠવવા અંગેના સૂચનો અપાયા છે.

(11:56 am IST)