સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th December 2022

ધોરાજી 75 વિધાનસભામાં પાંચ વર્ષ બાદ ફરી કમળ ખીલ્યું ભાજપના મહેન્દ્રભાઈ પાડલીયા નો 11,721 મતથી જવલંત વિજય થયો : ભાજપ ના પરાજય સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર 28,988 મત લઈને કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા ને કારમાં પરાજય કરાવ્યો

 આમ આદમી પાર્ટીના ઉમેદવારના માધ્યમથી ગુજરાત તેમજ ધોરાજીમાં કોંગ્રેસનો પરાજય થયો છે : લલિત વસોયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૮

 ધોરાજીમાં પાંચ વર્ષ બાદ કમળ ખીલ્યું જેનો જવલંત વિજય સાથે ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે આતસ બાજી સાથે લોકોએ વિજય ઉત્સવ ઉજવ્યો છે.

75 ધોરાજી વિધાનસભા સીટમાં સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અથવા તો કોંગ્રેસના ઉમેદવાર નરજીવી જીતથી જીત મેળવશે તે પ્રકારના સામસામે દાવા થતા હતા પરંતુ પરિણામ આવતા કોંગ્રેસને હરાવવામાં મુખ્ય પાસો ગણાતા આમ આદમી પાર્ટી જાહેર થયું છે અને ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત ઉમેદવાર ડો. મહેન્દ્રભાઈ પાડલીયા 11721 મતની જંગી લીડ થી જીતી ગયા છે

ભાજપ કોંગ્રેસની હાર જીતનું મુખ્ય પાસું જો ગણાતું હોય તો તે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસનો ગઢ તોડી નાખ્યો છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય સખીયાએ 28,988 મત મેળવીને કોંગ્રેસમાં વાવાઝોડુ ફેરવી દીધુ હતું

કોંગ્રેસના દિગ્ગજ સૌરાષ્ટ્રના નેતા ગણાતા લલિત વસોયા ને હરાવવા ખૂબ જ મુશ્કેલ હતા કારણ કે સ્થાનિક ઉમેદવાર હતા અને લોકોની વચ્ચે સતત રહેતા લલિત વસોયા ક્યા કારણસર હાર્યા તે બાબતનું તેમને પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે આમ આદમીના કારણે આ વિસ્તારને જીતેલી બાજુ હું હારી ગયો છું

આમ આદમી પાર્ટીને પાછળથી ટેકો ભારતીય જનતા પાર્ટી એ આપ્યો હતો અને ખોટી લાલચુ અને ગેરંટી કાર્ડના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસને ખૂબ જ મોટી નુકસાની ભોગવી પડી છે જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ 75 ધોરાજી વિધાનસભા સીટમાં 28,988 મત મેળવીને કોંગ્રેસના મત કાપ્યા હતા જેના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. મહેન્દ્ર પાટલીયા ને જીતને વધાવતા ધોરાજી ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ગણાતા લલિત ભાઈ વોરા એ જણાવેલ કે આજે ગુજરાતમાંનવો ઉદય થયો છે અનેક રેકોર્ડ પણ તોડ્યા છે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 157 થી વધારે સીટુ જીતીને એક નવો રેકોર્ડ કર્યો છે

આ સાથે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ નો હું આભાર માનું છું

સાથે સાથે 75 ધોરાજી વિધાનસભા સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા એ 11,721 મતની જંગી લીડ થી વિજય થયા છે તે બદલ હું તેઓનો આભાર માનું છું

આ સાથે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી પરેશભાઈ વાગડીયા શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલિયા મંત્રી ધીરુભાઈ ગોયાણી ઉત્પલભાઈ ભટ્ટ ઇશ્વરભાઇ બાલધા વિજયભાઈ અંટાળા (ભગવાન) વિઠ્ઠલભાઈ હિરપરા કિરીટભાઈ વઘાસિયા શહેર તાલુકા ભાજપના હોદ્દેદારોએ વિજેતા ઉમેદવાર ડો. મહેન્દ્રભાઈ પાડલીયા ને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા

આ સાથે 75 વિધાનસભા મત ક્ષેત્રના ધોરાજી ઉપલેટા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારોએ ભવ્ય આતશ બાજી સાથે ભવ્ય વિજય ઉત્સવ ઉજવ્યો હતો.

આમ આદમી પાર્ટી 80 વિધાનસભાના ઉમેદવાર હેમંતભાઈ ખવાનુ વિજય સરઘસ લાલપુર ખાતેથી આજરોજ 4-00 વાગ્યે નીકળનાર છે.(મુકુંદ બદિયાણી -જામનગર)

(4:01 pm IST)