સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th December 2021

ગોંડલ પંથકમાં પ્રેમી થકી યુવતિ કુંવારી મા બનીઃ મા-દિકરો રાજકોટ સારવારમાં

પ્રેમી કહે છે-તેણીના માતા-પિતાએ મને પત્નિ તરીકે સોંપી દીધી છે, લગ્ન હવે કરશું

રાજકોટ તા. ૮:  ગોંડલ પંથકના ગામમાં માતા-પિતા સાથે રહેતી અને ખેત મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની ૧૯ વર્ષની યુવતિએ ગઇકાલે ગોંડલની હોસ્પિટલમાં બાળક-પુત્રને જન્મ આપતાં બાળકની તબિયત સારી ન હોઇ માતા-પુત્રને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. યુવતિ લગ્ન વગર પ્રેમી થકી મા બની હોઇ તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

યુવતિને તેનો પ્રેમી મહેન્દ્ર જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ઝનાના વિભાગમાં દાખલ કરવા લાવ્યો હતો. તેણે કહ્યું હતું કે હું અને યુવતિ બંને એમપીના વતની છીએ અને બાજુ બાજુના ખેતરમાંકામ કરતાં હોઇ અમારી વચ્ચે પ્રેમ થઇ જતાં શરીર સંબંધ બાંધ્યો હતો. જેમાં તેણી સગર્ભા થઇ જતાં તેણીના માતા-પિતાએ પત્નિ તરીકે મને સોંપી દીધી છે. તેના માતા પિતા બાજુના ખેતરમાં જ રહે છે. અમારે લગ્ન કરવાના બાકી રહી ગયા હોઇ હવે લગ્ન કરીશું. તેમ વધુમાં તેણે જણાવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:56 am IST)