સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 8th December 2019

હળવદના માથક ગામે અરેંડાનાં ખેતરમાંથી દટાયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

ખેતરમાં કામ કરતા મૃતક ભુરાભાઇ ચાર દિવસથી લાપતા બનેલ : હત્યા કોણે કરી : પોલીસ તપાસ શરૂ

હળવદના માથક ગામમાં એક ખેતરમાં એરંડાના ખેતરમાંથી યુવકની દાટેલી લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતા હળવદ પોલીસ દ્દોડી ગઈ હતી અને મુર્તદેહ ને બહાર કાઢી ને પી.એમ.માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યું હતું અને હત્યા કોણ કેમ કરી તેની તપાસ પોલીસ ચલાવી રહી છે

મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માથક ગામે રેહતા ભરતભાઈ ખેગારભાઈ મકવાણાની સુદરીભવાની રોડ પર ૪૪ વીઘાનું ખેતર આવેલ છે જેમાંથી તેમેણ ૨૧ વીઘામાં એરંડા નું વાવતર કરેલ છે જેના માટે તેને ખેતર ભુરાભાઈ ઉર્ફે ગુજરિયાભાઈ હુનીયાભાઈ આદિવાસી ( ઉ.વ.૪૦ )તેમજ તેની પત્ની દક્ષાબેન અને તેનો ભાઈ રોહન ત્રણ્ય સાથે રહીને મજુરી કરતા જેમાં ગત તારીખ ૨૨ ના રોજ ખેતરના માલિક ભરતભાઈ ખેતર ગયા હતા જ્યાં જોવા ગયા હતા જેમાં ત્યાં મજુરી કરતો ભુરાભાઈ ખેતર ન હતા જેમાં તેમેણ તેની પત્ની અને ભાઈ ને પૂછતા તેમેણ કહ્યું ગત રાત્રીથી કોઈને કહ્યા વગર ગયો છે હજુ આવ્યો નથી અને લગભગ ૪ દિવસ પછી ફરી ભરતભાઈ ખેતર જતા ત્યારે પણ લાપતા બનેલ મજુર પરત આવ્યો ન હતો પણ બને ભાઈઓ અને તેમજ તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા રેહતા તે તેને ખબર હતી તેમાં ગઈકાલે ખેતરના મલિક અને તેની પત્ની ખેતર ગયા જ્યાં કુતરાઓ ખેતરમાં જમીન ખોતરતા હતા જેથી અમે ત્યાં ચેક કરતા દુર્ગધ આવતી હતી જેથી અમે સરંપચ જાણ કરી અને તેમાંથી માનવી જેવું લાગતા પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવી ને ચેક કરતા તેમાંથી લાપતા બનેલ ભુરાભાઈ મજુરની લાશ નીકળી હતી મૃતદેહ ને પી.એમ.માટે હોસ્પ્તીલ ખસેડી અને હત્યાનો ગુનો નોધી અને હત્યા કોણે ,ક્યારે અને કેમ કરી તેની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે

(11:24 pm IST)