સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 8th December 2019

મોરબીમાં પાટીદાર દાનવીર અને ઘડિયાલગ્નમાં જોડાયેલ દંપતીઓનો સન્માન સમારોહ યોજાયો

ઘડિયા લગ્નમાં જોડાયેલ ૧૧૫ દંપતીઓને પણ સન્માનિત કરાયા

મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ક્રાંતિકારી પહેલ એવા ઘડિયા લગ્નનું અભિયાન ચાલી રહ્યું હોય જેમાં જોડાયેલ દંપતીઓ તેમજ આ કાર્યને સફળ બનાવવા આર્થિક યોગદાન આપનાર દાનવીર પરિવારનું સન્માન કરવા સમારોહ યોજાયો હતો

મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઈ વરમોરાને તેના સમાજસેવાના યોગદાન માટે અને તેની દાનની ઉત્તમ પ્રવૃત્તિ માટે સન્માનિત કરવા સમારોહ યોજવામાં આવ્યો હતો

પાટીદાર સમાજની સંસ્થાઓ માળિયા મોરબી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી, કન્યા કેળવણી મંડળ મોરબી, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન જોધપર (નદી), ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી, ઉમિયા સમાધાન પંચ મોરબી, ઉમિયા લગ્ન મેરેજ બ્યુરો મોરબી, પાટીદાર સેવા સમાજ મોરબી, પાટીદાર કેળવણી ધામ મોરબી અને ઉમિયા ક્લાસ ફોરમ મોરબી સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં દાતા પરિવાર ગોવિંદભાઈ વરમોરા અને તેના પરિવારનું સન્માન કરાયું હતું

તે ઉપરાંત આ પ્રસંગે ઘડિયા લગ્નમાં જોડાયેલ ૧૧૫ દંપતીઓને પણ સન્માનિત કરીને સામાજિક પહેલમાં સહભાગી થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા પાટીદાર સમાજના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

(11:20 pm IST)