સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 7th December 2019

બગોદરા પોલીસ સ્ટેશનના લુટના ગુન્હામાં વોન્ટેડ આરોપી સુનિલ સોરઠીયા ઝડપાયો

 

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.હતી 

 ઉક્ત સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સંયુક્ત બાતમી મળેલ કે અમદાવાદ રૂરલ બગોદરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ..નં.૨૬/૨૦૧૯ .પી.કો. કલમ ૩૯૫,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી સુનીલભાઇ રાજુભાઇ સોરઠીયા( રહે.જજ સાહેબના બંગલા પાછળ, દે.પુ.વાસ મહુવા) ભુરા કલરનો જેમાં વાદળી ચોકડી વાળો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા દે.પુ.વાસ, ..કેન્દ્ર પાસે ઉભેલ છે.

 બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામ ઠામ પુછતા સુનીલભાઇ રાજુભાઇ સોરઠીયા (..૨૦) (  ધંધો- મજુરી) (  રહે.જજ સાહેબના બંગલા પાછળ, દે.પુ.વાસ મહુવા ) હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે વોન્ટેડ હોવાની કબુલાત કરતા અમદાવાદ રૂરલ બગોદરા પો.સ્ટે. ફર્સ્ટ ગુ..નં.૨૬/૨૦૧૯ .પી.કો. કલમ ૩૯૫,૧૧૪ વિ. મુજબનો ગુન્હો નોંધાયેલ હોય, મજકુરને સી.આર.પી.સી. ૪૧()(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.સબ.ઇન્સ. આર.બી.વાધિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા વિઠ્ઠલભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા

(12:58 am IST)