સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th December 2018

મોરબીમાં રેડીમેઇડ કપડાની દુકાન આગમાં બળીને ખાકઃ લાખોનું નુકશાન

મોરબી, તા., ૮: મોરબીમાં રવાપર રોડ પર આવેલ રેડીમેઇડ કપડાની દુકાન આગમાં બળીને ખાક થઇ જતા લાખોનું નુકશાન થયું હતું.  જાણવા મળતી વિગતો મુજબ રવાપર રોડ પર આવેલ જય અંબે સીલેકશન નામની વિશાળ રેડીમેઇડ કપડાની દુકાનમાં કોઇ કારણસર આગ લાગતા અને જોતજોતામાં આગની લપેટમાં આખી દુકાન આવી જતા આખી દુકાન બળીને ખાક થઇ ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ કર્યાના પગલે ફાયર બ્રિગેડના જવાનો વિનય ભટ્ટ, કાર્તીક ભટ્ટ, જયપાલસિંહ, રાયધન, કિશન ભટ્ટ તેમજ મુકેશ સોલંકી સહીતનો સ્ટાફ બે ફાયર ફાઇટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સતત બે કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

(4:05 pm IST)