સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th December 2018

નૃત્યાંગના ડો. કાજલ મૂળે ભાવનગરનું નામ રોશન કર્યું

 ભાવનગર : ગુજરાતનું ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત ભાવેણાના પ્રખ્યાત નૃત્યાંગના ડો. કાજલ મૂળે સમય, સમય અને દેશ વિદેશમાં ભારતીય નૃત્ય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતા રહયા છે. તેઓએ તા. ૨૯-૩૦ નવેમ્બર દરમ્યાન ઓરિસ્સાના કટક શહેરમાં કટકની કુળદેવી નામના મા કટક ચંડી શાસ્ત્રીય નૃત્ય મહોત્સવમાં કથ્થક નૃત્ય પ્રસ્તુત કરી ભાવેણાનું ઓરિસ્સામાં ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે પદ્મભુષણ રઘુનાથ મહાપાત્ર તથા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કૃતિઓ રજુ કરી ઓરિસ્સાના કટક શહેરમાં ભાવેણાનું નામ રોશન કર્યું છે. ડો. કાજલ મૂળે દેશ અને વિદેશમાં પણ ભાવેણાનું નામ રોશન કરી ચુકયા છે.(૧.૫)

(11:50 am IST)