સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th December 2018

વિંછીયાના માર્કેટ યાર્ડ પાસે ટ્રેકટરે-બાઇકને હડફેટે લેતા છાત્ર અશ્વિન કોળીનું મોત

મિત્ર સાથે કોલેજે જતો'તો ને અકસ્માત સર્જાયો

રાજકોટ, તા. ૮ : વિંછીયાના માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રેકટરના ચાલકે બાઇકને હડફેટે લેતા કોળી છાત્રનું મોત નિપજયું હતું. જયારે મિત્રે ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ વિંછીયાના ગેરૈયા ગામમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો અશ્વિન અબુભાઇ સાસુકીયા (ઉ.વ.ર૧) ગઇકાલે પોતાનું જીજે-૧૩-બી.બી.૧૭૬૦ નંબરનું મોટર સાયકલ લઇને મિત્ર સાથે કોલેજે જતો હતો ત્યારે વિંછીયા માર્કેટીંગ યાર્ડ સામે જીજે-૩ઇએ-પ૭પ૧ નંબરના ટ્રેકટરના ચાલકે બાઇકને ઠોકર મારતા બંને ફંગોળાઇ ગયા હતા અને અશ્વિનને માથા તથા શીરે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે મિત્રને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હોય. બનાવની જાણ થતા વિંછીયા પોલીસ મથકના પીએસઆઇ વી.એમ. કોબાદરા અને રાઇટર રાજાભાઇએ ટ્રેકટર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. (૮.૮)

(11:42 am IST)