સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th December 2018

ઉનાના ઝાખરવાડા મચ્છુન્દ્રી નદીમાં બેફામ રેતી ચોરી : ગ્રા.પં. સભ્યો દ્વારા રજૂઆત

ઉના તા. ૮ : તાલુકાના ઝાખરવાડા ગામની મચ્છુન્દ્રી નદીમાં રેતી ચોરીની ફરિયાદ ઉઠવા પામી છે. ઝાખર વાડા ગ્રામ પંચાયતના સભ્યોએ ઉના પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે, ઝાખરવાડા ગામની મચ્છુન્દ્રી નદીના વડલાનો આરો નામથી ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર રીતે અને રેતીની ચોરી કરી સરકારશ્રીને નુકસાન પહોંચાડે છે. કડક અમલવારી કરવામાં આવે તેવી માંગણી સાથે ઉના પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.(૨૧.૯)

(11:41 am IST)