જૂનાગઢમાં સિંહના 4 નખ સાથે ત્રણ શખ્શોની ધરપકડ : ધારી રેન્જના સિંહના નખ હોવાનું ખુલ્યું :સઘન પૂછપરછ
ઝડપાયેલા શખ્શો પૈકી એક તાલાલાનાં રાયડીનો અને બીજો ધારીનો છે : મહુવાનાં ગુંદરણના એક વ્યક્તિને બે નખની ડિલિવરી આપવા જતા હતા
જૂનાગઢ: જૂનાગઢમાં સિંહનાં 4 નખ સાથે સાથે ત્રણ શખ્સોની વન વિભાગે ધરપકડ કરી છે. ઝડપાયેલા બે શખ્શો પૈકી એક તાલાલાનાં રાયડી ગામનો અને એક શખ્સ ધારીનો છે ભાવનગરનાં મહુવાનાં ગુંદરણ ગામના વ્યક્તિને બે નખની ડિલિવરી આપવા જતા શખ્સો ઝડપાયા છે
. ભાવનગર વન વિભાગે ગોઠવેલ છટકામાં બે શખ્સ આબાદ ફસાયા હતા. ભાવનગર વન વિભાગે વેટરનરી અને FSL દ્વારા સિંહના નખ અસલી હોવાની પુષ્ટિ કરી છે. જેને પગલે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
સિંહના નખ સાથે પકડાયેલા શખ્શ તાલાલાનાં રાયડી ગામના દાનાભાઈ દેવાયતભાઈ ગરાણીયા અને જીલુભાઈ ભીખાભાઈ કામલીયા વન વિભાગે રંગે હાથે ઝડપી લીધા છે. નખ દીપડાના હોવાનું આરોપીઓનું રટણ સામે વન વિભાગ દ્વારા ઊંડાણ પૂર્વકની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ધારીના પાનિયા રેન્જમાંથી પાંચ વર્ષ પહેલા એક સિંહના મૃતદેહ માંથી નખ લીધા હોવાની કાબુલાત આરોપી દ્વારા કરવામાં આવી હતી