સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

અમરેલી નગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં બઘડાટીઃ પ્રમુખ અને સદસ્યો સામસામેઃ ખુરશીના ઘા

 અમરેલી તા.૮:  અમરેલીના વિકાસ માટે જેને ચૂંટી કાઢયા છે અને વિશ્વાસ મુકયો છે તે પાલિકાના ચૂંટાયેલા પ્રમુખ અને સદસ્યો વચ્ચે પ્રથમ સભામાં સામ-સામે ગાળાગાળી અને બઘડાટી બોલાવી લુખ્ખાગરી આદરી સરકારની ખુરશીના છુટા ઘા કરી દસ હજારનું નુકસાન કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યાની સામસામે ફરિયાદ થતા લોકોમાં નારાજગીનું વાતાવરણ સર્જાયું છે.અમરેલી નગર પાલિકા કચેરીમાં ચૂંટણી બાદ પ્રથમ સભાનુ઼ આયોજન કરવામાં આવેલ હતું. અને ચૂંટાયેલા પ્રમુખ જયંતિભાઇ મોહનભાઇ રાણપાએ સભાની શરૂઆત કરતા જ ઉપસ્થિત ચૂંટાયેલા સદસ્યો સંદિપ ધાનાણી, હંસાબેન જોષી, કાબરીયા, ઇકબાલ બિલખીયા, માધવી જોષી, ચંદ્રિકા સોખીયા, પ્રકાશ લાખાણી, નાનબિલખીયાએ દબંગાયથી લુખ્ખાગીરી તથા દાદાગીરી કરી માર મારવા હુમલો કરી સરકારી કામમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી છુટી ખુરશીના ઘા કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી સરકારની મિલ્કતને રૂ. ૧૦ હજારનું નુકસાન કર્યાની જયારે સામે પક્ષેથી બાલુબેન દિનેશભાઇ પરમારે જયશ્રીબેન ડાબસરા, અલ્કાબેન ગોંડલીયા, પ્રજ્ઞાબેન ગોસાઇ, નટુભાઇ સોજીત્રા, મોૈનિક ઉપાધ્યાય, શકીલ સૈયદ, પ્રકાશ કાબરીયા, માધવી જાની, ચિફ ઓફિસર અમરેલી નગરપાલિકા સામે ખુરશી વડે માર માર્યાની ભુંડી ગાળો દઇ રમેશભાઇ ભાભરને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની સામસામી ફરિયાદ પોલીસમાં થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.(૧.૨૪)

(4:29 pm IST)