સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

જામનગરનાં રાસંગપરમાં સગાઇ કરવાની ના પાડતા યુવકના પરિવારનો જીવલેણ હુમલો

જામનગર  તા.૮: જામનગર : લાલપુર તાલુકાના રાસંગપર ગામે રહેતા દેવેન્દ્રભાઈ રમણીકભાઈ અત્રી ઉ.વ. ૬ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની ભાણેજ સાથે આરોપીને(પ્રેમસંબંધ) હોય અને ફરીયાદીને સગાઈ કરવાની ના પાડતા તેનો ખાર રાખી તા. ૬ ના રોજ આ કામેના આરોપીઓ પ્રફુલ આણંદભાઈ કરણીયા, અનિલ પ્રફુલભાઈ, રેખાબેન પ્રફુલભાઈ, દિનાબેન પ્રફુલભાઈ, આશાબેન પ્રફુલભાઈએ ગેરકાયદે મંડળી રચી એક સંપ કરી લોખંડના પાઈપ વડે ધોકાઓ ધારણ કરી ફરીયાદીને આડેધડ મારી ગંભીર ઈજા કરી ગુન્હો કરેલ છે.

યુવકે સગાઈ તોડી નાખવાની વાત કરતા યુવતિએ ઝેર પી આયખું ટુકાવ્યું

 કાલાવડમાં આવેલ કુંભનાથપરામાં રહેતા પ્રવિણ બાબુભાઈ કોળી ઉ.વ. ૩પ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર પાયલબેન પ્રવિણભાઈ કોળી ઉ.વ. ૧૬ ની સગાઈ ફાચરીયા ગામે રહેતા નરેશ નિલેશભાઈ દરગાણીયા સાથે થયેલ હોય અને નરેશે પાયલને ફોનમાં સગાઈ તોડી નાખવાની વાત કરતા પાયલને લાગી આવતા પોતાના હાથે ઝૈરી દવા પી લેતા સારવાર બાદ તેણીનું મૃત્યુ નિપજેલ છે.

બોડકા ગામેથી સગીરાનું અપહરણ

જોડીયા તાલુકાના બોડકાના વ્યકિતએ  આ કામેનો આરોપી સુભાષ ઓધવજીભાઈ સોલંકી એ ફરીયાદની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી લઈ જઈ ગુન્હો કરેલ છે.

નવાગામ ઘેડમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો

અહીં નવાગામ ઘેડમાં રહેતા આકાશ અશ્વિનભાઈ દેવમોરારી બાવાજી ઉ.વ. રર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. ૭ ના રોજ નવાગામ ઘેડમાં આવેલ ગાયત્રી ચોકમાં ફરીયાદી પોતાના ભાઈ સાહેદ હાર્દિક ઘર પાસે બહાર ઉભા હતા ત્યારે આ કામેના આરોપીઓ કોળી સંજય ઉર્ફે ડટી છગનભાઈ, ભરવાડ જગદીશ જોગસવા એ મોટર સાયકલમાં આવી દારૂ પીધેલ હાલતમાં હોય બકવાસ કરી ગાળો બોલતા હોય ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા સંજય ઉર્ફે ડટીએ છરી વડે હુમલો કરી પેટ તથા છાતીના ભાગે ઈજા કરી મારી નાખવાની કોશિષ કરી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

પિતાએ ઝેરી ટીકડી ખાતા પુત્રએ પ્રમિકા સાથે મળી કર્યા ઝેરના પારખા

 અહીં કિશાન ચોક જામનગરમાં રહેતા વિનોદભાઈ શંકરભાઈ જોષી નામના ૬પ વર્ષના બુઝુર્ગે ઝેરી ટીકડા ખાઈ લેતા તેઓને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં પોલીસ દ્વારા તેઓનું નિવેદન નોંધવામાં આવ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે, પોતાનો અપરણીત પુત્રએ ઘરની સામે જ રહેતી પોતાના પતિથી ત્રસ્ત એવી પરણીત યુવતિ સાથે એક મહિના પહેલા મૈત્રી કરાર કરી લઈ ઘર છોડીને ચાલી જતાં યુવતિના પરિવારજનો દ્વારા કનડગત થતી હોવાથી ઉપરાંત પુત્ર ઘર છોડીને ચાલ્યો ગયો હોવાથી મનમાં લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ લીધાનું જણાવ્યું હતું. દરમ્યાન પુત્ર મેહુલને આ બનાવની જાણ થતા તે પણ પોતાની પે્રમિકા સાથે જામનગર દોડી આવ્યો અને બંનેએ ઝેરી પ્રવાહી પી લેતા તેઓને પણ સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર યુવકે ફરીયાદ નોંધાવી

અહીં રંગમતી સોસાયટી અંશાર મંઝીલ પાસે રહેતા અંશારઅહમદ મહોમદ ઈકબાલભાઈ અંશારી ઉ.વ. ર૩ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. પ થી ૭–૯–૧૮ દરમ્યાન આ કામેના આરોપીઓ મોબાઈલ નંબર ૯૮૦૧૨૬૮૬૦૪, ૯૨૬૪૧૨૪૭૭, ૮૬૭૦૩૦૫૨૫૪, ધારોકીએ ફરીયાદીને સ્નેપડીલ ઓનલાઈન શોપીંગના નામે ફોન કરી વિશ્વાસમાં લઈ લકકી ડ્રો માં ટાટા સફારી કાર લાગેલ છે તેમ જણાવી તેને વેરીફીકેશન ચાર્જના નામે ફરીયાદી પાસેથી રૂ. ૧.૦૭ લાખની ઓનલાઈન છેતરપીંડી કરી ગુન્હો કરેલ છે.(૨૨.૧૦)

(4:27 pm IST)