સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ભુણાવા ટોલનાકે બાઇક સ્લીપ થતાં બાબરીયા કોલોનીના સુથાર પ્રકાશભાઇ તલસાણીયાનું મોત

રાજકોટ તા. ૮: ગોંડલના ભુણાવા ટોલનાકા પાસે બાઇક સ્લીપ થઇ જતાં ચાલક રાજકોટ બાબરીયા કોલોનીમાં રહેતાં ગુર્જર સુથાર પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

બાબરીયા કોલોની આરએમસી કવાર્ટરમાં રહેતાં પ્રકાશભાઇ ચુનીલાલ તલસાણીયા (ઉ.૫૦) ગઇકાલે મશીન રિપેરીંગના કામ સબબ ગોંડલ ગયા હતાં. ત્યાંથી પરત આવતી વખતે સાતેક વાગ્યે ભુણાવા ટોલનાકા પાસે બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે કાગળો કરી ગોંડલ પોલીસને જાણ કરી હતી.  મૃત્યુ પામનાર પ્રકાશભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્રી છે. પોતે ગોંડલ રોડ પરના અતુલો ઓટોમાં નોકરી કરતાં હતાં. બનાવથી પરિવારજનો અને સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:52 pm IST)