સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ફલ્લામાં જન્માષ્ટમીની ઉજવણી

ફલ્લાઃ જામનગર તાલુકાના ફલ્લા ગામે જન્માષ્ટમીની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી વહેલી સવારે વિ.હી.પી.તથા બજરંગદળ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે ગામના મુખ્ય માર્ગો પર ફરીને તપેશ્વર મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી. અહી મોટો મેળો ભરાયો હતો ફલ્લા તથા નજીકના ગાોમના લોકોએ રાસમંડળીની રમઝટ તપેશ્વર મહાદેવના દર્શન તથા મેળાની રંગત માણી હતી રાત્રે રણછોડ રામજીના મંદિરે રાસ-મંડળી, કિર્તનની રમઝટ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી મંદિર તથા ચોકને રંગબેરંગી ધજા-પતાકા તથા રોશનીથી સુશોભીત કરવામાં તે પ્રસંગતી તસ્વીર (તસ્વીર, અહેવાલ મુકેશ વરિયા ફલ્લા)

(12:26 pm IST)