સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

વાકાંનેર તાલુકાનાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત

વિજયભાઇ રૂપાણીને આવેદનપત્ર પાઠવતા મોરબી ડિસ્ટ્રીકટ કોંગ્રેસ કમિટીના ચેરમેન

વાંકાનેર તા.૮: મોરબી ડિસ્ટ્રીકટ કોંગ્રેસ કમિટીના માઇનોરીટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન મહમદ અમી કડીવારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને વાકાંનેર પ્રાંત અધિકારી મારફત આવેદન પત્ર પાઠવીને વાંકાનેર તાલુકાનાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે માંગણી કરી છે.

તેઓએ જણાવેલ છે કે, હાલ ચોમાસાની સીઝનમાં વાંકાનેર તાલુકામાં સામાન્ય કરતા  પણ ઓછો વરસાદ થયેલ છે. સારા વરસાદની આશાઓ વાંકાનેર તાલુકાના ખેડૂતોના મોટા પાયે કિંમતી બીયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને વાવેતર કરેલ છે અને આ ઉભાપાકને પાણીની થતી જરૂરીયાત છે નદીથી વરસાદના કારણે ગામતળાવો, નદી, વોકળા, ચેકડેમો પાણી વગર ખાલીખમ છે. ત્યારે ખેડૂતોને ઉભો પાક બચાવવો મુશ્કેલ થઇ પડેલ છે. ખેડૂતોની આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલીનો સર્વે કરવામાં આવે અને અછત પડે વ્યકિતનું લેણું માફ કરવા માંગ કરી છે.

જિલ્લા બેંકની વર્ષ ૨૦૧૬-૧૭ની વાર્ષિક સાધારણ સભામાં જામ કંડોરણામાં મુકામે મુખ્યમંત્રી શ્રિ વિજયભાઇ રૂપાણી દ્વારા વર્ષ ૨૦૧૭ ના સાતમ-આઠમના તહેવારો પહેલા ખેડૂતોને પાક વિમો મળી જશે. પરંતુ ૨૦૧૭ ના સાતમ-આઠમના તહેવારો ઉજવાય ગયા જિલ્લા બેંકની વર્ષ ૨૦૧૭-૧૮ની વાર્ષિક સાધારણ સભા પણ પુર્ણ થઇ ગઇ અને વર્ષ ૨૦૧૮ના સાતમ -આઠમના તહેવારો ઉજવાય રહયા છે. પરંતુ હજી સુધી ખેડૂતોને પાક વિમો મળેલ નથી. માટે તાત્કાલિક ખેડૂતોને પાક વિમો ચુકવવા માંગ કરી છે.

ખેડૂતોના પાકને નુકસાન કરતા બનાવેલ ફેન્સીંગ ગટર-ખાડાઓમાં અકસ્માતે ઇજા પામે કે મરણ થાય રેઢીયાળ ઢોરના રાતોરાત માલિક બની ગયેલા ખેડૂતો પર ખોટા આક્ષેપો કરી ખોટા પોલીસ કેસ કરી ખેડૂતોને વીના વાંકે હેરાન પરેશાન કરવામાં આવી રહયા છે તેમજ જંગલી રોજ અકસ્માતમાં ઘાયલ થાય કે મૃત્યુ પામે તો પણ જીવદયાના નામે ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. આ મુદ્દે યોગ્ય કરવા મહમદ અમી કડીવારે અંતમાં માંગણી કરી છે.(૧.૬)

 

(12:23 pm IST)