સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

કચ્છમાં ચોખાના ટ્રેલરમાંથી રૂ. ૩૭.૫૮ લાખનો દારૂ ઝડપાયો

હરિયાણાના ૨ અને કચ્છના એક શખ્સની ધરપકડઃ ૬ શખ્સો નાસી છૂટયા

ભૂજ, તા. ૮ :. કચ્છમાં ચોખા ભરેલા ટ્રેલરમાંથી રૂ. ૩૭.૫૮ લાખના દારૂ સાથે ૩ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ૬ શખ્સો નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

પોલીસ મહાનિરીક્ષક ડી.બી.વાઘેલા સરહદી રેન્જ ભૂજનાઓના માર્ગદર્શન મુજબ પ્રોહિ જુગારની બદી નેસ્તનાબુદ કરવા આર.આર. સેલ ભુજ પો.સ.ઈ. જી.એમ. હડીયા તથા સ્ટાફના એ.એસ.આઈ. પરિક્ષીતસિંહ જાડેજા તથા એ.એસ.આઈ. મેઘજીભાઈ મહેશ્વરી તથા હેડ કોન્સ. શિવરાજસિંહ રાણા તથા પો. કોન્સ. જયદીપસિંહ જાડેજા તથા ડ્રાઈવર પો. કોન્સ. મહાવીરસિંહ વાઘેલા એ રીતેના સ્ટાફના માણસો સાથે ભુજ રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા. તે વખતે સાથેના એ.એસ.આઈ. દિલીપસિંહ જાડેજાની ખાનગી રાહે હકીકત મળી હતી. જેથી પ્રાગપર ત્રણ રસ્તાથી ભુજ તરફ વળતા તેનો પીછો કરી નંબરની વેરીફાઈ કરતા તે ટ્રેલર ચેક કરતા આરોપી નં. ૧ થી ૩ મળી આવેલ અને ઉપરોકત ટ્રેલર નં. એચ.આર. ૪૬-ડી ૮૨૦૬ વાળીમાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ અલગ અલગ બ્રાન્ડની ૭૮૩ પેટી બોટલ નં. ૯૩૯૬ કિં. રૂ. ૩૭,૫૮,૪૦૦ ના મુદ્દામાલ તેમજ ચોખાના કોેથળા ૨૭૮ કિં. રૂ. ૬,૯૫,૦૦૦ તેમજ મોબાઈલ ૪ કિં. રૂ. ૩૦૦૦ તેમજ ટ્રેલર કિં. રૂ. ૨,૦૦,૦૦૦ કુલ રૂ. ૬૪,૫૬,૪૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસે અમીત બલજીત જાટ (ચૌધરી) (ઉ.વ. ૨૯) રહે. ખેકરા તા. મહેમ, જી. રોહતક હરીયાણા, દિનેશ સતવીર જાટ (ચૌધરી) (ઉ.વ.૩૮) રહે. કલુલપુર તા. રોહતક જી. રોહતક હરીયાણા અને હરપાલસિંહ બચુભા ઝાલા (ઉ.વ. ૨૬) રહે. ટોકરાડા તા. લીમડી જી. સુરેન્દ્રનગર હાલે ગળપાદર તા. અંજારની ધરપકડ કરી છે.

જ્યારે ભરત મોહનલાલ ભાનુશાલી રહે. નવદુર્ગા સોસાયટી ભારતનગર ગાંધીધામ, ચંદ્રકાન્ત ઉર્ફે જીગર કેશવલાલ ઠક્કર રહે. ગાંધીધામ, ચંદન ગોપાલજી ગુપ્તા રહે. ગાંધીધામ, જયદેવસિંહ બચુભા ઝાલા રહે. ગળપાદર તા. અંજાર, મુન્નો ઉર્ફે વિજયસિંહ અજીતસિંહ જાડેજા રહે. ગળપાદર તા. અંજાર અને રાજકિશોર રામકુમાર રહે. વી.પી.ઓ મોખરા ખાસ જીલ્લો રોહતક (વાહન માલિક) નાસી છૂટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.(૨-૬)

(12:17 pm IST)