સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th September 2018

ખંભાળીયામાં શિરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભાદરવી મેળા માટે તૈયારી

૧૩૮ સ્ટોલની હરરાજી દ્વારા તંત્રને રર લાખની આવક થઇ

ખંભાળીયા તા. ૮ : શિરેશ્વર મહાદેવનો લોકમેળો પ્રતિ વર્ષ ભાદરવા આસમાં ત્રીજ ચોથ-પાંચમે યોજાતો હોય આ લોકમેળા માટેની હરરાજી ગઇ કાલે યોજાઇ હતી. જેમાં ૧૩૮ સ્ટોલને રર લાખ રૂપિયામાં જાહેર હરરાજીથી વેચવામાં આવ્યા હતા.

શકિતનગરના સરપંચ પ્રકાશભાઇ કણઝારિયા તથા તલાટીમંત્રી પરમાર સાથે તા.પં.ા અધિકારીઓ પણ આ જાહેર હરરાજીમાં જોડાયા હતા તથા કુલ ૧૩૮ સ્ટોલની હરરાજી થઇ હતી.

મીની તરણેતર સમાન મેળો

ખંભાળિયાનો શિરેશ્વર મહાદેવનો લોકમેળોએ મીની તરણેતર સમાન ગણાય છ.ે સૌરષટ્રમાં મોટાભાગના મેળાઓ પુરા થઇ ગયા હોય ભાદરવા માસની ત્રીજ ચોથ પાંચમમાં યોજાતા આ મેળામાં ત્રણ દિવસમાં ફજેત ફાળકા, ચકડોળ, ટોરાટોરાની મોજ મણાવા લાખોની જનતા ખંભાળિયા તથા સમગ્ર જિલ્લામાંથી ઉમટે છે તથા આ મેળાને સત્રિમેળો પણ કહે છે કેમ કે લોકો આ મેળામાં રાત્રે ૧ર વાગ્યા પછી તો જોવા જાય છે. !! અને છેલ્લે દિવસે સવાર સુધી મેળો ચાલે છે.

એક માત્ર મેળો રહ્યો

ખંભાળિયા મેળાઓનું ઘટ કહેવાતુ પણ છેલ્લા થોડા વર્ષોથી ખંભાળિયામાં પ્રસિધ્ધ આમનાથ મહાદેવ, રામનાથ મહાદેવ મેળા જે શ્રાવણ માસની સાતમ આઠમ તથા અમાસ ઉપર ત્રણ-ત્રણ દિવસના થતા તેહવે ના થતા એકજ શિરેશ્વર મહાદેવનો લોકમેળોજ મુખ્ય અને એકજ હોય આ મેળામાં સવારથી મોડી રાત્રિ સુધી લોકો ઉમટે છે તથા શિરેશ્વર મહાદેવના મંદિરમાં પુજા ધ્વાંત પણ થાય છે. આ એકજ મેળો ખંભાળિયામાં એવો થાય છે. જેનુ વિધિસર ઉદ્દઘાટન પણ કરવામાં આવે છ.ે

લોકમેળો લુંટમેળો ના  થાય તે જોજો

સામાન્ય રીતે એકજ મેળો શિરેશ્વરનો થતો હોય અહીં ખાણીપીણી તથા ચકડોળમાં લૂંટ થતી હોય તેમ વધુ ભાવો લેવામાં આવતા હોય સરકારી તંત્ર દર વખતે પ્રેક્ષક બનીને તમાશો જોતુ હોય તેવુ થતુ હોવ છે. તે ના થાય તે માટે પણ લોકોની માંગ છે. તો રોજ હજારો અને કેટલીક વખત તો દોઢ-બે લાખ લોકો ઉમટતા હોય સુરક્ષા તથા સલામતી અને છેડતી ચીલ ઝડપના પ્રશ્નો ના થાય તે પણ જોવા માંગ ઉઠી છે.

(9:56 am IST)