સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 8th August 2022

મોરબી: પ્રોહિબિશનના ગુન્હામાં 3 માસથી ફરાર આરોપી ઝડપાયો.

મોરબી જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે પોલીસ સતત કામ કરી રહી છે. ત્યારે પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.પોલીસે મોરબીમાં ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરીને તેને મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં હસ્તગત કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે, ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો આરોપી મેરા ઉર્ફે મેરૂ વાલાભાઇ ભરવાડ માસુમ હોસ્પીટલ વાળી શેરીમાં છે. જેથી પોલીસ કર્મીઓએ ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં મૂળ ભુજના જુના કટારીયા ગામનો રહેવાસી મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પ્રોહી કલમ-૬૫એઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) ના ગુના હેઠળ ધરપકડ કરીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસને  હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PI એન.બી.ડાભી તથા PSI એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ,/ટેકનીકલ સેલ/AHTU મોરબીના સ્ટાફના પોલીસકર્મીઓ જોડાયા હતા.

(11:48 pm IST)