સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 7th August 2022

કુંકાવાવમાં સતત બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી

નાના મોટા વરસાદી ઝાપટા આવી જતા વાદળછાયા વાતાવરણને પગલે થોડી ઠંડક વ્યાપી

કુંકાવાવમાં સતત બફારા બાદ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા કેટલાય સમયથી અમરેલીમાં સતત વરસાદ બાદ ઉઘાડ નીકળ્યો હતો. જોકે ઉઘાડ બાદ લોકો ભેજ અને બફારાથી ત્રસ્ત થઈ ગયા હતા. ત્યારે ફરી પાછા નાના મોટા વરસાદી ઝાપટા આવી જતા વાદળછાયા વાતાવરણને પગલે થોડી ઠંડક વ્યાપી હતી અને કુંકાવાવની શેરીઓમાં વરસાદી પાણી વહી ઉઠ્યા હતા.

 

(12:04 am IST)