સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th August 2020

દુષ્કર્મનો ભોગ બનેલી મોરબી નજીકની ફેકટરીમાં દિવ્યાંગ યુવતી માતા બની : કોન્ટ્રાકટર સામે ગુન્હો

મોરબી,તા.૮: મોરબી નજીકની ફેકટરીમાં એક કોન્ટ્રાકટર દ્વારા મુક બધીર યુવતીને હવસનો શિકાર બનાવવામાં આવી હોય અને દુષ્કર્મ આચર્યું હોય જેથી દિવ્યાંગ યુવતી ગર્ભવતી બની હતી અને તાજેતરમાં દીકરીને જન્મ આપ્યો હોય જે દુષ્કર્મના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

ચકચારી બનાવની મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના વતની મુક બધીર દિવ્યાંગ યુવતી દશેક મહિના પૂર્વે મોરબી નજીકની ફેકટરીમાં કામ કરતી હોય ત્યારે આરોપી ઓદીભાઈ એલીસા કંપનીનો કોન્ટ્રાકટર હોય જેને દિવ્યાંગ યુવતીની મરજી વિરુદ્ઘ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોય જેથી ભોગ બનનાર ગર્ભવતી બની હતી અને ભોગ બનનાર યુવતીએ ગત તા. ૦૫-૦૮ ના રોજ દીકરીને જન્મ આપ્યો હોય જે બનાવ મામલે છોટા ઉદેપુરમાં ગુન્હો નોંધવામાં આવ્યો હોય અને બનાવ મોરબી તાલુકા પોલીસની હદમાં બન્યો હોય જેથી ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરીને મોરબી તાલુકા પોલીસે આરોપી કોન્ટ્રાકટર વિરુદ્ઘ દુષ્કર્મનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે તેમજ આરોપી કોન્ટ્રાકટરને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:45 pm IST)