સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 8th August 2020

કેશોદઃ મહિલા શિક્ષણ દિનની ઉજવણી

 કેશોદઃ રાજય સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવવામાં આવી રહેલ મહિલા સશકિતકરણ પખવાડિયા અંતર્ગતઙ્ગ ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન દ્વારાઙ્ગ સાતમા દિવસે મહિલા શિક્ષણઙ્ગ દિવસની ઉજવણીના ભાગ રૂપે કેશોદ તાલુકા ના સોંદરાડા ગામે જઈ બહેનોને તેમના જીવન માં શિક્ષણ નું શું મહત્વ છે તેમજ શિક્ષણ મેળવ્યા બાદ મહિલા જીવન માં કેવા પરિવર્તન આવે શકે છે. યોજનાકીય માહિતી આપી અને કોરોના મહામારીમાં સાવચેતી બાબતે તેમજ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન સેવા અને અન્ય મહિલા લક્ષી સેવાઓથી માહિતગર કરાયા હતા.તે તસ્વીર. (તસ્વીરઃકિશોરભાઈ દેવાણી-કેશોદ)(

(11:58 am IST)