સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th August 2018

ગીર ગઢડા પંથકની સગીરાના અપહરણ-બળાત્કાર કેસમાં પકડાયેલા આરોપીને સાત વર્ષની સજા

ઉના તા. ૮ : ગીર ગઢડા તાલુકા જુના ઉગલા ગામે અઢી વરસ પહેલા સગીરાને તે જ ગામનો યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી બળાત્કાર કર્યાનાં ગુનાનાં આરોપમાં સ્પેશ્યલ પોકસો કોર્ટ ૭ વર્ષની સખ્ત કેદની સજા તથા ૯ હજાર રૂપિયા દંડ ફટકારી નમુના રૂપ સજાનો હુકમ કર્યો હતો.

ગીરગઢડા તાલુકાનાં જુના ઉગલા ગામે ગત તા. ૩-૩-ર૦૧૬ નાં રોજ એક ૧પ વર્ષ પ મહિનાની સગીર વયની તરૂણીને તે જ ગામનો સંજય ધીરૂભાઇ સાંખટ (ઉ.૧૯) રે. જુના ઉગલા વાળો લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાનાં ઇરાદે અપહરણ કરી ગયાની ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં સગીરાનાં મા-બાપે ફરીયાદ નોંધાવી હતી.

પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા મહેનત કરી હતી. પોલીસની ભીંસ વધતાં ગત તા. ૧૮-૪-૧૬ નાં રોજ આરોપી સંજય ત્થા સગીરા પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર થઇ ગયેલ હતાં અને સગીરાએ પોલીસમાં નિવેદન આપેલ કે આરોપી તેમનું અપહરણ કરી કોદીયા ગામનાં જંગલ વિસ્તારમાં લઇ જઇ જબર જસ્તીથી સગીરા ઉપર બળાત્કાર કરી અને જંગલની આડે બાજુનાં વિસ્તારમાં લઇ જઇ વારંવાર બળાત્કાર કરતો હતો.

પોલીસે સગીરાને મેડીકલ તપાસમાં મોકલી આપી આરોપીની ધરપકડ કરી હતી. અને ચાર્જશીટ તૈયાર કરી ઉનામાં આવેલ સ્પેશીયલ પોકસ કોર્ટમાં દાખલ કરેલ.

આ કેસ ચાલી જતાં સરકારી વકીલ શ્રી મોહનભાઇ ગોહેલે દલીલો કરી માતા-પિતાની જુબાની, તપાસનીસ અધિકારી પોલીસની જુબાની, ડોકટરોની જુબાની ત્થા સગીરાનો મેડીકલ રીપોર્ટ પોઝેટીવ આવતાં આકરામાં આકરી સજાની માગણી કરતાં ઉનાની સ્પેશ્યલ પોકસો કોર્ટનાં જજશ્રી પી. જે. ડાંગરે કેસ પુરાવાના હિસાબે સાબીત માની ૩૬૩ નાં ગુનામાં ૩ વરસ સખ્ત કેદ ૧૦૦૦ દંડ, ૩૬૬ માં પ વરસ ની સખ્ત કેદ ૧ હજાર દંડ, આઇપીસી ૩૭૬ નાં ગુનામાં ૭ વરસની સખ્ત કેદ તથા ૩ હજાર દંડ, પોસકોની વિવિધ કલમ હેઠળ ૭ વરસની સખ્ત કેદ ત્થા ૪ હજાર દંડ સજા આપી હતી. માત્ર અઢી વરસામાં ઝડપી બળાત્કારનાં ગુનાની સજા  આપસ ચુકાદો આપેલ હતો કેસ ચાલુ હતો ત્યારે દરમ્યાન આરોપીને જામીન મળેલ ન હોય અન્ડર ટ્રાઇલ કેસ ચાલેલ હતો.

(12:11 pm IST)