સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th August 2018

જુનાગઢમાં અબ્દુલા શેખની ૮ કિલો ગાંજા સાથે ધરપકડ

જૂનાગઢ તા. ૮ : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદી તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંઘની સુચના મુજબ જૂનાગઢ શહેરમાં નશીલા પદાર્થો (એન.ડી.પી.એસ.) ની સદંતર નાબુતી માટે ખાસ સુચના આપેલ જે અનુંસંધાને એસ.ઓ.જી. ટીમને એલર્ટ કરી હતી.

જેમાં ઈ.ચા. પો.ઇન્સ. જે.એમ.વાળા ને ખાનગી રાહે બાતમી મળતા એસ.ઓ.જી. ટીમ સાથે એકજી.મેજી.શ્રી તથા એફ.એસ.એલ. અધિકારીશ્રી ને સાથે રાખી રેઇડ કરતા જૂનાગઢ, નીચલા દાતાર, કબ્રસ્તાન પાછળ, તળાવના કાંઠે રહેતો અબ્દુલા ઉર્ફે યાસીન ગુલામહુસેન શેખ, ઉ.વ. ૪૮, વાળાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનેથી ગે.કા. પાસ પરમીટ વગર ગાંજો કિલો ૭.૬૬૭ કિ.ગ્રા. કિ. રૂ. ૫૩,૭૩૨ તથા મોબાઇલ કિ.રૂ.૮૦૦ મળી કુલ કિ.રૂ.૫૪,૫૩૨ના સાથે મળી આવતાં ધોરણસર અટક કરવામાં આવેલ છે. જેથી તેના વિરૂધ્ધ જૂનાગઢ એ-ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરાવેલ. પકડાયેલ આરોપી અબ્દુલા ઉર્ફે યાસીન ગુલામહુસેન શેખ, ઉ.વ. ૪૮, ધંધો- મજુરી, રહે.જૂનાગઢ, નીચલાદાતાર, વાણંદ સોસા. તળાવના કાંઠે વાળાને જૂનાગઢ, એ-ડીવી. પો.સ્ટે. આગળની કાર્યવાહી માટે સોંપી આપેલ.

આ કામગીરીમાં પો.સબ ઇન્સ., જે.એમ.વાળા તથા પો.સબ ઇન્સ. એ.પી.ડોડીયા તથા એ.એસ.આઇ. આર.વી.વ્યાસ તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ કુવાડીયા તથા વી.કે.ચાવડા તથા એસ.કે.બારીયા તથા પો.કોન્સ. મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા રાજેશભાઇ અનંતરાય ઉપાધ્યાય તથાલખમણભાઇ નાથાભાઇ કારેથા તથા રવિકુમાર પ્રતાપસિંહ ખેરતથા અનિરૂધ્ધ ચાંપરાજભાઇનાઓ હતા.(૨૧.૭)

(11:59 am IST)