સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th August 2018

જામકંડોરણામાં શાળાકીય રસ્સા ખેંચ સ્પર્ધા

 ધોરાજીઃ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ - જામકંડોરણા રાજકોટ ગ્રામ્ય જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા શ્રી કન્યા વિદ્યાલય જામકંડોરણામાં રાજકોટ જિલ્લા ગ્રામ્ય શાળાકીય અન્ડર ૧૯, અને અન્ડર ૧૪ ભાઇઓ, બહેનો રસ્સા ખેંચ (ટગ ઓફ વોર) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.  જિલ્લામાંથી રપ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અન્ડર ૧૯ બહેનો પ્રથમ નંબર શ્રી સરદાર પટેલ - જેતપુર દ્વિતીય નંબર શ્રી કન્યા વિદ્યાલય જામકંડોરણા, ભાઇઓ અન્ડર ૧૯ પ્રથમ શ્રીજી વિદ્યાલય - જેતપુર, દ્વિતીય નંબર અજમેરા હાઇસ્કૂલ - વીંછીયા, અન્ડર ૧૪ બહેનો પ્રથમ નંબર શ્રી સરદાર પટેલ - જેતપુર, દ્વિતીય નંબર શ્રી કન્યા વિદ્યાલય - જામકંડોરણા, ભાઇઓ અન્ડર ૧૪ પ્રથમ નંબર શ્રીજી વિદ્યાલય - જેતપુર, દ્વિતિય નંબર મોદીસ્કૂલ - ઇશ્વરિયા પ્રાપ્ત કરેલ છે. જેઓને શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલના પ્રમુખ અને રાજય સરકારના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા તથા  સંકુલના ટ્રસ્ટીશ્રીઓ, જામકંડોરણા તાલુકા રમત ગમત કન્વિનર શ્રી ભરતભાઇ બોરડ, ડો.રવિભાઇ સરવૈયા, અને શ્રી કન્યા વિદ્યાલયના તમામ સ્ટાફ પરિવારે ભાગ લેનાર અને નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા ખેલાડીઓની તસ્વીર.

(11:56 am IST)