સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th August 2018

સાતમાં પગાર પંચ સહિતના મુદ્દે વાંકાનેર એસ.ટી.ના કર્મચારીઓ દ્વારા કાળી પટી બાંધીને વિરોધ પ્રદર્શન

વાંકાનેર તા.૮: રાજયના એસ.ટી.નિગમ દ્વારા રાજય સરકારના અમુક નિર્ણયો અને પગારધોરણના સ્કેલમાં એસ.ટી. તંત્રના કર્મચારીઓને અન્યાય સામે નિગમના એસટી કર્મચારીઓએ તા.૬-૭-૮ ત્રણ દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી મૌન અને શાંતિમય વિરોધ દર્શાવી રહયા છે.

વાંકાનેર એસટી ડેપોના તમામ કર્મચારીઓ પણ કર્મચારી સંગઠનના આદેશ અનુસાર વર્કશોપ પાસે જણાવ્યા અનુસાર રાજય સરકાર ધારાધોરણ મુજબ વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓને તા.૧-૧-ર૦૧૬ થી ૭ માં પગાર પંચનો લાભ આપે તથા અન્ય મળવા પાત્રો લાભ આપે. ફીકસ પગારવાળા કર્મચારીઓને સીનીયોરીટી અને ભાવ વધારાનો લાભ આપે, એસટીનું ખાનગીકરણ માટેના ટેન્ડર બહાર પડેલ તેની તપાસ કરી કસુરવારો સામે પગલા ભરવા, નિયત કીલોમીટર પુરા થયેલ બસો ચલાવવામાં આવે છે અને તેને લઇને થતા અકસ્માતોને પગલે કર્મચારીઓ, મીકેનીકોને કસુરવાર ઠેરવવામાં આવે છે તે અયોગ્ય છે. આવા અનેક પ્રશ્નોનો વિરોધ એસટીના કર્મચારીઓ કરી રહયા છે.અને રાજય સરકારશ્રી તાકીદે એસટી તંત્રના કર્મચારીઓના પ્રશ્નો હલ કરે તેવી માંગ ઉઠી છે.

(11:51 am IST)