સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 8th July 2020

જેતપુરમાં એક સાથે છ કોરોના પોઝિટિવ કેસ : અકાળાં માં અને જેતપુર શહેર માં એક જ પરિવારના સભ્યો ઝપટે ચડી ગયા

જેતપુર :::જેતપુરના અકાળાં માં વિસ્ફોટ એક સાથે 4 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે

એકજ પરિવાર ના 4 સભ્યો1. મધુભાઇ સાવલિયા 502. ગીતાબેન સાવલિયા.483. અંકિત સાવલિયા 194. મયુરી સાવલિયા. 21

રહે બધા હાલ અકાળા (મૂળ વતન : પ્રેમ પરા , વિસાવદર)સુરત ખાતે જ ઘણા વર્ષોથી રહેતા હતા..

 તા ૬-૭-૨૦૨૦ ના રોજ તેઓ રાત્રે સુરત થી આવવા નીકળ્યા અને તા ૭-૭-૨૦૨૦ ના સવારે સીધા જૂનાગઢ સરકારી દવાખાને કોવિડ રિપોર્ટ કરાવવા ગયા હતા.

ત્યાંથી પરત તેમના સસરા ના ગામ અકાળા મા અલગ વિસ્તારમાં આવેલ મકાનમાં રહેતા હતા.

આજ રોજ તમામ નો રિપોર્ટ પોઝીટીવ જાહેર થતા, તેમને  જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા કાર્યવાહી ચાલુ છે.

જેતપુરમાં બીજા 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા તે પણ એકજ પરિવાર ના સભ્યો ઝપટે ચડી ગયા છે

       સોમવારે નવાગઢ રહેતા પ્રભાબેન બોસમિયા ને પોઝિટિવ આવેલ તેના પરિવાર ના જય કિશાનભાઈ 48 અને તેના પુત્ર ચિંતન 15 ને પોઝિટિવ આવ્યો છે

બંને લોકો અમદાવાદ ગયેલા  ત્યાં ૩ દિવસ રોકાયેલા 

અમદાવાદ જે ઘરે રોકાયેલા તે ઘરના સભ્યો બાદમાં કોવીડ પોઝિટિવ આવેલ હતા....

જયકૃષ્ણભાઈ ગઈ કાલથી રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ છે અને તેમના પુત્રને રાજકોટ ખસેડવા ની કામગીરી ચાલે છે.

(5:43 pm IST)